For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બે થી વધુ બાળકો પેદા કરશો તો મળશે 5000 રૂપિયા દર મહિને'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વડોદરા, 19 નવેમ્બર: એક તરફ દેશમાં વધતી જતી વસ્તીના કારણે સ્રોતો પર અસર વર્તાઇ રહી છે. પ્રતિ વ્યક્તિ જમીનની અછત થઇ રહી છે. જરૂરિયાતની વસ્તુઓની માંગોનું દબાણ વધી રહ્યું છે. બીજી તરફ પારસી સમુદાયમાં જનસંખ્યા વધારવા માટે માસિક ભથ્થાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પારસીઓની વસ્તીમાં આવી રહેલા ઘટાડાને જોતા લેવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે જે દંપતિ બીજા કે ત્રીજા બાળકને જન્મ આપશે તેને માસિક ભથ્થું આપવામાં આવશે. આ વાત મુંબઇ પારસી પંચાયતની છે.

પંચાયતના અધ્યક્ષ દિનશા મહેતાએ કહ્યું છે કે ગુજરાતના વલસાડ જિલ્લાના સંજાણમાં ગઇકાલે થયેલી સમુદાયની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે પારસી દંપતિ બીજા બાળકને જન્મ આપે છે તેને બાળકી ઉંમર 18 વર્ષ થશે ત્યાં સુધી ત્રણ હજાર દર મહિને ભથ્થું આપવામાં આવશે જ્યારે ત્રીજા બાળકને જન્મ આપનાર બાળકને 500 રૂપિયા દરમહિને ભથ્થું આપવામાં આવશે.

parsi-women

દિનશા મહેતાએ જણાવ્યું હતું કે દેશ-વિદેશમાં લગભગ 3000 પારસી પરિવારોએ બેઠકમાં ભાગ લીધો હતો. અમે બદલતા સમયમાં જરથ્રુસ્ટ્ર સમુદાયના અસ્તિત્વના મુદ્દે ચર્ચા કરી. આ બેઠક પ્રતિવર્ષ 'સંજાણ દિન' પર આયોજિત કરવામાં આવે છે જે 1297 વર્ષ પહેલાં ભારતમાં પારસીઓનું આગમન પર મનાવવામાં આવે છે.

તેમને કહ્યું હતું કે દરવર્ષે પારસીઓની વસ્તીમાં 10 થી 15 ટકાનો ઘટાડો આવે છે. જો આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો 2050 સુધી આ સંખ્યા ઘડીને 36 હજાર રહી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આખી દુનિયામાં લગભગ બે લાખ પારસીઓ વસે છે અને વડોદરામાં 250 જેટલા પારસી પરિવારો વસવાટ કરી રહ્યા છે. ભૂતકાળમાં સંજાણ બંદરથી ગુજરાતમાં પ્રવેશ કરીને ભારતીયો દૂધમાં સાકર ભળી જાય તેમ ભારતના લોકો સાથે હળીમળીને જીવે છે.

English summary
In the wake of alarming fall in the population of Parsis, a monthly allowance would be provided to the couples in the community who give birth to a second or a third child, Bombay Parsi Punchayet said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X