For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાંથી વાહનોને લૂંટીને લઈ જતી ગેંગને ઝડપી લેવામાં પોલિસને મળી સફળતા

પાટણ એલસીબી પોલિસને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં વાહન ચાલકોને લૂંટીને વાહનો લઈ જતી એક ગેંગને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે.

|
Google Oneindia Gujarati News

પાટણ એલસીબી પોલિસને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં વાહન ચાલકોને લૂંટીને વાહનો લઈ જતી એક ગેંગને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. એલસીબી પોલિસને બાતમી મળતા ડિસા ત્રણ રસ્તા પાસેથી ચાર આરોપીઓને પોલિસે ઝડપી પાડ્યા હતા. જેમાં 10.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદમાં માંડલ ગ્રામ્ય વિસ્તારમાંથી એક ગાડી સહિત ટેબલેટની લૂંટની એક ફરિયાદ નોંધાઈ હતી. તે ઉપરાંત મહેસાણા, ઉંઝા, સાણંદ અને બહુચરાજી સહિતના પોલિસ મથકોમાં પણ સંખ્યાબંધ વાહન ચોરીની ફરિયાદો નોંધાઈ હતી.

Recommended Video

પાટણ : વાહન ચાલકોને લૂંટી વાહનો લઈ જતી ગેંગને ઝડપી લેવામાં મોટી સફળતા મળી

patan

ગઈ કાલે પાટણ એલસીબી પોલિસ ડીસા પેટ્રોલિંગમાં હતી ત્યારે વાહનચોર ગેંગની બાતમી મળતા પોલિસે તેમને દબોચી લીધા હતા. પોલિસે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરતા તેમણે અલગ-અલગ વિસ્તારોમાં કરેલી વાહનોની ચોરીઓ કબૂલી હતી. જેથી પોલિસે ચોરાયેલા વાહનો પણ કબ્જે કરી લીધા છે અને સંબંધિત પોલિસ મથકોને આ મામલે જાણ કરી છે. વાહન ચોરી કરનારી આ ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે જેમાંથી ત્રણ બનાસકાંઠાના રહેવાસી છે અને એક રાજસ્થાનના શિરોહીનો છે. આરોપીઓ પાસેથી પોલિસે એક કાર અને 10 બાઈક સહિત કુલ 10.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાટણ જિલ્લા પોલિસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ કે મિલકત વિરોધી ગુના શોધવામાં પાટણ એલસીબીએ ખૂબ જહેમત ઉઠાવી. ગઈ કાલે એક શંકાસ્પદ ગાડી મળી આવતા તેમાંથી ચાર ઈસમો મળી આવ્યા છે. જેમની વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતાં તેમની પાસે જે હતી તે અમદાવાદ વિસ્તારમાંથી લૂંટી હતી. આ સિવાય તેમાંથી ટેબલેટ સહિત અન્ય કિંમતી વસ્તુઓ પણ મળી હતી. સઘન પૂછપરછમાં તેમણે અમદાવાદ ગ્રામ્ય અને શહેર તેમજ મહેસાણાની લૂંટ કબૂલી છે.

English summary
Patan LCB Police nabbed a gang that was robbing vehicles from North Gujarat including Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X