ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળ્યો પાટીદારોનો સાથ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો વિરોધ ભાજપ રોકવા માંગે છે. તે વાત તો બધા જ જાણે છે કે પાટીદારો ભાજપની વોટબેંક છે. અને અનામતના કારણે ભાજપની આ જૂની વોટબેંક તૂટી છે. ત્યારે આ તમામ મુસીબતોની વચ્ચે પાટીદાર સંધર્ષ સમિતિએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ઇન્ડિયા ટીવીની એક ખબર મુજબ પાટીદાર આરક્ષણ સંધર્ષ સમિતિ અને તેના સંયોજક અશ્વિન પટેલે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યું છે. આ સાથે જ અશ્વિન પટેલે હાર્દિક પટેલને ગદ્દાર હોવાનો આરોપ લગાવ્યો છે.

Patidar

ઉલ્લેખનીય છે કે હાલ વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો પાટીદારોને ખુશ કરવા લાગ્યા છે. અને પાટીદારોઓ ચૂંટણીમાં એક તરફી વોટ કરીને કોઇ પક્ષને નુક્શાન પણ કરી શકે છે. ત્યારે જ્યારે હાર્દિક પટેલે ભાજપના નેતાનો બાયકોટ કરવાની વાત કરી છે અને જ્યાં તેના અને કોંગ્રેસના સાથે હોવાની ચર્ચાઓ પણ થઇ રહી છે તે વચ્ચે વરુણ પટેલ, રેશ્મા પટેલ અને તે પછી પાટીદાર સંધર્ષ સમિતિ જેવા સંગઠનોને તેનો સાથ મળવો સારી વાત છે.

English summary
Patidar aandolan samiti announces support for bjp. Read More detail Here.
Please Wait while comments are loading...