સુરતમાં પાટીદારોએ લગાવી બસોને આગ, પોલીસે કર્યો લાઠીચાર્જ

Posted By:
Subscribe to Oneindia News

એક તરફ જ્યાં અમદાવાદમાં પીએમ મોદી અને જાપાનના પીએમને આવવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે ત્યાં બીજી તરફ સુરતમાં પાટીદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના સુરત કાર્યક્રમ વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું અને બે બસોને આગ પણ લગાવી. જે પછી પોલીસે પાટીદાર યુવકો પર લાઠીચાર્જ પણ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં પાટીદારો દ્વારા ભાજપની સભાઓ નહીં કરવા દેવાની વાત ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ પણ હીરાબાગ ખાતે ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલના વિજય ટંકાર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

bus in fire

જેનો પાસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે પાસના 12 જેટલા કાર્યકર્તાઓને પકડ્યા હતા. જો કે પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટક કરતા મામલે બચક્યો હતો. વધુમાં હાર્દિકની ટ્વિટ પછી લોકોએ ગુસ્સે ભરાઇને હીરાબાગ પાસે અને અન્ય વિસ્તારની બીઆરટીએસની કુલ બે બસોને આગ ચાંપી હતી અને રસ્તામાં પણ તોડફોડ પણ કરી હતી. જે બાદ પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડ્યા હતા. અને સ્થિતિને કાબુમાં રાખવા માટે આસપાસથી પણ વધુ પોલીસ દળ બોલવવામાં આવ્યું હતું. 

English summary
Patidar youths protest against Vijay Tankar Sammelan by Bharatiya Janata Yuva Morcha in Surat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.