નરેન્દ્ર મોદીના ગુજરાત જેવી સુખ-શાંતિ બીજે ક્યાંય નથી!!

narendra-modi
ગાંધીનગર, 24 મે: હું ર૦ વરસની હતી ને લગ્ન કરી મહારાષ્ટ્રના મારા નાનકડા ગામથી ગુજરાતમાં અમદાવાદમાં આવીને વસી છું. આજે મને ૮પ વર્ષ થયાં પણ મારા આખાય પરિવારની સુખ-શાંતિ-સલામતિ-સમૃદ્ધિ અમને ગુજરાતમાં આ નરેન્દ્ર મોદીના રાજમાં જ મળી...

આપણા નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસની જે દિશા પકડી છે તો હવે એ વડો પ્રધાન થઇને આખા દેશની વિકાસની દિશા પકડશે એવો મારો આત્મવિશ્વાસ અને મારામાં બેઠેલો પ્રભુ કહે છે...

આ શબ્દો છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોઇપણ પૂર્વનિર્ધારીત એપોઇન્ટમેન્ટ વિના આજે સચિવાલયમાં રૂબરૂ મળેલા વરિષ્ઠ માતૃશક્તિ એવા મૂળતઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પાંચોરાના વાખડીવરખ ગામના વયોવૃધ્ધા હાલ અમદાવાદના લક્ષ્મીબેન અંબાલાલ સૂર્યવંશીના.

નરેન્દ્ર મોદી બુધવારે સમગ્ર દિવસ દરમિયાન વ્યસ્ત સરકારી કામકાજ અને નિર્ધારિત મુલાકાતીઓ વચ્ચે પણ સમય કાઢીને અમદાવાદના ઇસનપુરના નિવાસી માતૃશક્તિ સ્વરૂપા ૮પ વર્ષીય લક્ષ્મીબેનને સહજ ભાવે મળ્યા ત્યારે લક્ષ્મીબેન અને તેમના પરિવારને કોમનમેનને મળ્યાનો અર્વણનીય આનંદ થયો.

લક્ષ્મીબેને મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગુજરાતમાં માર્ગો, પાણી, વીજળી તથા સલામતિ-શાંતિના ક્ષેત્રોમાં જે વિકાસની નવતર દિશા સાંપડી છે તેની સ્વાનુભૂતિ વર્ણવતા કહ્યું કે, કાંકરીયું પહેલાં તો સાવ જોવું ના ગમે તેવું હતું. આજે આ નરેન્દ્રભાઇએ કાંકરિયાની રોનક બદલી નાખી અમદાવાદમાં લાલ બસ સાથે બી.આર.ટી.એસ.ની સગવડતાવાળી બસો આપી, વીજળી-પાણીનો વિકાસ કર્યો છે આ નરેન્દ્ર મોદીએ.

નરેન્દ્ર મોદીના આ રાજમાં કોઇ દિવસ દંગા ન થયા, ના કરફ્યુ પડ્યો, બસ આવી જ સલામતિ-શાંતિ સમૃદ્ધિ કાયમ રહે. ગુજરાતનો આવો મોટો વિકાસ જે નરેન્દ્ર મોદીએ કર્યો છે તેવો આખા દેશનો વિકાસ કરવા હવે તો નરેન્દ્ર મોદી ભારતનો વડો પરધાન બનવો જ જોઇએ! એવું કહેતાં લક્ષ્મીબેન ભાવવિભોર થઇ ગયાં.

પોતે ચારધામ યાત્રા કરીને મહારાષ્ટ્ર, બિહાર જેવા રાજ્યોમાંય ફરી આવ્યા પણ ત્યાં કરતાં ગુજરાતની દિશા-વિકાસ સાવ જૂદો જ છે એવું લાક્ષણિક ભાવવાહી સ્વરમાં આ વારંવાર કહેતા રહ્યાં કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે તેવી પ્રાર્થના સાથે આત્મવિશ્વાસપૂર્વક એમના નેતૃત્વમાં, દેશના વિકાસની નવી દિશા મળશે જ એવું દ્રઢપણે માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X