ગાંધીનગર આચારસંહિતા ભંગ પર નજર રાખવા નોડલ અધિકારીની નમણૂંક
ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગાંધીનગ જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગ પર એસ.એમ.એસ અને સોશ્યિલ મીડિયામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારીનો ભંગ ન થાય અને દૂર ઉપયોગ ન થાય તેની પર નજર રાખવા માટે નોડલ અધિકાર તરીકે
ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગાંધીનગ જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગ પર એસ.એમ.એસ અને સોશ્યિલ મીડિયામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારીનો ભંગ ન થાય અને દૂર ઉપયોગ ન થાય તેની પર નજર રાખવા માટે નોડલ અધિકાર તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે.

હાલના વર્તમાન સમયમાં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ ખૂબ ઝડપી પ્રચારનું માધ્યમ બની ગયા છે. વિઘાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨માં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. માધ્યમમાં પણ આર્દશ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગાંધીનગર જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે.
સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. થકી આર્દશ આચારસંહિતાનો ભંગ થતો હોય તો નાગરિકો પોતાની ફરિયાદ નોડલ અધિકારીને કંટ્રોલ રૂમ ફોન નંબર- ૦૭૯ ૨૩૨ ૧૦૧૦૮ અને મોબાઇલ નંબર- ૯૯૨૪૦ ૨૪૯૯૬ પર સંપર્ક કરીને જાણ કરી શકાશે.












Click it and Unblock the Notifications
