રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, CM રૂપાણી કરશે બેઠક

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનેક મુખ્ય નિર્ણયો લેવાઇ રહ્યાં છે. એ જ શ્રેણીમાં રવિવાર સુધીમાં રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટડો તા એવી શક્યતા છે. દેશના પેટ્રોલિયમ મંત્રી દ્વારા પેટ્રોલ-ડીઝલ પરના વેટ(વેલ્યુ એડેડ ટેક્સ)મા 5 ટકા સુધીનો ઘટાડો કરવા માટેની અપીલ કરવામાં આવી હતી, ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબંધિત અધિકારીઓને આ અંગે ત્વરિત કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

petrol diesel price to be reduced

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ.3 જેટલો ઘટાડો થવાની શક્યતા છે. આ માટે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યાર બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. વર્તમાન સમયમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર સેસ સાથે સૌથી વધુ 28 ટકા જેટલો વેટ વસૂલવામાં આવે છે. તેમાં જો કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલીના સૂચવ્યા અનુસાર, 5 ટકાનો ઘટાડો કરવામાં આવે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.3.30 જેટલો ઘટાડો થાય અને ચૂંટણી પહેલા સરકાર બીજા 2 રૂ.નો ઘટાડો કરે એવી સંભાવના છે.

English summary
Gujarat: Petrol-Diesel price to be reduced soon.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.