અમદાવાદઃ Hello...! VS હોસ્પિટલમાં બોમ્બ ફૂટશે, સર્ચ ઓપરેશન શરૂ

મળતી માહિતી અનુસાર આજે સવારે પોલીસ કન્ટ્રોલ રૂમ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે વીએસ હોસ્પિટલમાં બોમ્બ ફૂટશે તેટલું કહી ફોન મુકી દીધો હતો. તાજેતરમાં જ હૈદરાબાદમાં થયેલા વિસ્ફોટો બાદ સચેત બનેલી પોલીસ દ્વારા ફોન કોલને હળવાશથી નહી લેતા તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે. હાલ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, એલિસબ્રિજ પોલીસ સહિત અમદાવાદ પોલીસની અનેક ટૂકડીઓ વીએસ હોસ્પિટલ પહોંચી ગઇ છે અને વીએસ હોસ્પિટલના અધિકારીઓની મદદથી કમ્પાઉન્ડ સહિતના આસપાસના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બીજી તરફ હોસ્પિટલમાં સારવાર રહી રહેલા દર્દીઓને કોઇ અગવડના પડે તેની પણ તકેદારી લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફોન નંબરના આધારે ફોન કરનાર વ્યક્તિની શોધખોળ ચલાવાઇ રહી છે અને તેને કયા આશયથી ફોન કર્યો છે તે જાણવા કવાયદ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
