For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PHOTOS: પહેલીવાર ગુજરાતની બે બહેનોએ એવરેસ્ટ ફતેહ કર્યું

નેપાળ સ્થિત વિશ્વનો સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ શિખર પર વિજય મેળવ્યા પછી બે ભારતીય બહેનો સુરત પરત ફરી છે.

|
Google Oneindia Gujarati News

નેપાળ સ્થિત વિશ્વનો સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ શિખર પર વિજય મેળવ્યા પછી બે ભારતીય બહેનો સુરત પરત ફરી છે. 25 વર્ષીય અદિતિ અને 21 વર્ષીય અનુજાએ 22 મેના રોજ -40°C ટેમ્પરેચરમાં 8,848 મીટર ઉંચા માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો. બંનેએ 30 માર્ચના રોજ પોતાનું મિશન શરુ કર્યું હતું, અન્ય 14 દેશોના પર્વતારોહીઓ સાથે તેઓએ હિમાલય પર્વતની ટ્રેકિંગ કરી. ઘણા દેશોના પર્વતારોહકો માઉન્ટ એવરેસ્ટ પહોંચ્યા, જેમાં ગુજરાતથી પહેલીવાર આ બે સગી બહેનોએ ચઢાઈ પૂર્ણ કરી.

ગુજરાતથી પહેલીવાર આ બે સગી બહેનો એવરેસ્ટના શિખર પર ચઢી

ગુજરાતથી પહેલીવાર આ બે સગી બહેનો એવરેસ્ટના શિખર પર ચઢી

તાજેતરમાં, જયારે અદિતિ અને અનુજા સુરતમાં પરત ફરી ત્યારે એરપોર્ટ પર તેમનું પરિવાર અને સગા-સંબંધિ સ્વાગતમાં લાગી ગયા હતા. તેમના માતાપિતાએ જણાવ્યું હતું કે હિમાચલના સૌથી ઉંચા શિખર પર તિરંગો લહેરાવીને અમારી દીકરીઓએ વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તમને જણાવી દઈએ કે તેઓ શહેરના અઠવાલાઇન્સ સ્થિત આદર્શ સોસાયટીમાં રહે છે.

માતાપિતા અમારી કામિયાબી પર ખૂબ જ ખુશ છે

માતાપિતા અમારી કામિયાબી પર ખૂબ જ ખુશ છે

અદિતિએ જણાવ્યું કે, "મારા પિતા ડો. આનંદ વૈદ્ય આયુર્વેદિક ડૉક્ટર છે. તેઓ અમારી આ સિદ્ધિ પર ખુબ જ ખુશ છે. ઉપરાંત, રાજ્યભર માંથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ છે અદિતિ

પોસ્ટ ગ્રેજ્યુએટ છે અદિતિ

અદિતિએ લંડનથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, જ્યારે અનુજાએ બીઆરસીએમ કૉલેજ, સુરતમાંથી બીબીએ ડિગ્રી મેળવી છે. મીડિયા સાથેની વાતચીતમાં બંને બહેનોએ જણાવ્યું હતું કે હવે તેમની ઈચ્છા રશિયાના એલબ્રસ શિખર પર ફતેહ મેળવવાની છે.

માઉન્ટ એકોન્ટગુઆને પણ કરી ચુકી છે ફતેહ

માઉન્ટ એકોન્ટગુઆને પણ કરી ચુકી છે ફતેહ

માઉન્ટ એવરેસ્ટ પર ચડતા પહેલાં, ફેબ્રુઆરીમાં દક્ષિણ અમેરિકાના 23,000 ફૂટ ઉંચા માઉન્ટ એકોન્ટગુઆ પર ચઢાઈ કરી હતી.

સૌથી પહેલા એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપા પહોંચ્યા હતા માઉન્ટ એવરેસ્ટ પર

સૌથી પહેલા એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપા પહોંચ્યા હતા માઉન્ટ એવરેસ્ટ પર

દુનિયામાં સૌથી પહેલા વર્ષ 1953 માં એડમંડ હિલેરી અને તેનસિંગ શેરપાએ હિમાલયનો સૌથી ઊંચો શિખર ફતેહ કર્યો હતો. તેમના પછી, 1984 માં બચેન્દ્રી પાલ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા હતી. માઉન્ટ એવરેસ્ટ 29 હજાર ફીટની ઊંચાઇ પર સ્થિત છે.

English summary
PHOTOS: For the first time, two sisters of Gujarat Climb Mount Everest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X