વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા વડોદરા, કર્યા સીએમ રૂપાણીના વખાણ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર પીએમ નરેન્દ્ર મોદી સંસ્કૃતિક નગર વડોદરા આવ્યા છે. વડાપ્રધાનના આ અડધા દિવસના કાર્યક્રમમાં તે આંતરાષ્ટ્રિય એરપોર્ટની ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને દિવ્યાંગ બાળકોને સહાયક કિટનું વિતરણ કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સમગ્ર કાર્યક્રમ વિષે જાણકારી મેળવવા આ પેજ રિફ્રેશ કરતા રહો.

PM મોદી વડોદરામાં જે એરપોર્ટનું ઉદ્ધાટન કરશે તેની 5 ખાસ વાતો

PM modi arrived at vadodara, read all the news update about it here

પીએમનું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલ ફૂલોથી સ્વાગત કર્યું હતું.

ઇન્ટરનેશન ટર્મિનલ

જે બાદ વડોદરાની ઇન્ટરનેશનલ ટર્મિનલનું વડાપ્રધાને અવલોકન કર્યું હતું. નોંધનીય છે કે વડોદરાના હરણી ખાતે આવેલ આ આંતરાષ્ટ્રિય એરપોર્ટ ટર્મિનલ 160 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

મોદીનું ભાષણ

PM modi arrived at vadodara, read all the news update about it here

મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું કે તેમની સરકારે બે વર્ષમાં જ બે ગ્રીન એરપોર્ટ બનાવ્યા છે. કોચી બાદ વડોદરાનું આ એરપોર્ટ બીજું ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ છે.

રૂપાણીના કર્યા વખાણ

PM modi arrived at vadodara, read all the news update about it here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ રૂપાણીના વખાણ કરતા જણાવ્યું કે આશા છે કે રૂપાણી સરદાર સરોવરનું કામ પણ ઝડપથી પતાવશે.

વડોદરાના કર્યા વખાણ

PM modi arrived at vadodara, read all the news update about it here

સાંસ્કૃતિક નગરી વડોદરાના વખાણ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી પણ વડોદરાને જ મળી છે. અને આગમી દિવસોમાં પણ તેવા કામ હાથ લેવામાં આવશે જેથી વડોદરાનો વિકાસ તેજ થાય. તેમણે જણાવ્યું કે પીએમ બન્યા બાદ તેમણે બે મહત્વપૂર્ણ કાર્ય કર્યા છે એક સરદાર સરોવરની ઊંચાઇ વધારવાનું અને અન્ય વડોદરા એરપોર્ટનું.

English summary
PM modi arrived at vadodara, read all the news update about it here.
Please Wait while comments are loading...