PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જીત બાદ કર્યા દ્વારકાના દર્શન
ગુજરાતના નાગરિકોએ ફરીથી એક વાર સત્તાસ્થાન માટે ભાજપ પર કળશ ઢોળ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ ભાઈ મોદી જગતમંદિર દ્વારકા ખાતે પહોંચ્યા હતા.
ગુજરાતના નાગરિકોએ ફરીથી એક વાર સત્તાસ્થાન માટે ભાજપ પર કળશ ઢોળ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ ભાઈ મોદી જગતમંદિર દ્વારકા ખાતે પહોંચ્યા હતા. અને મંદિર પર ધજા ચઢાવી હતી. પ્રહલાદ ભાઈ મોદી ઢોલ નગારાના નાદ સાથે જગતમંદિરમાં ધજારોહણ માટે પ્રવેશ્યા હતા. ભાજપની જીતનો આનંદ વ્યક્ત કરતા પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની જીત થઈ છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસ મુક્ત ગુજરાત અને ભારતની જે નેમ લીધી છે તેના મિજાજરૂપે આ પરિણામો જોવા મળ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે જેમ શ્રીકૃષ્ણના માર્ગદર્શનમાં પાંડવોએ કૌરવોના ષડયંત્રોનો સામનો કર્યો હતો તેમ ભાજપે પણ કૌરવરૂપી કોંગ્રેસને પછાડી ધર્મની સ્થાપના કરશે. નોંધનીય છે કે અમદાવાદમાં મતદાન માટે આવેલા પીએમ મોદીએ તેમના જયેષ્ઠ ભાઇના પગ અડીને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારે ભાજપની જીત પછી તેમના પરિવારે તેમની જીત માટે પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી પણ જીત પછી જીતશે વિકાસ જીતશે ગુજરાત તેવું ટ્વિટ કરી લોકોનો આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
