For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાવાઝોડાથી થયેલ નુકસાનનો સર્વે કરવા ગુજરાત પહોંચ્યા પીએમ મોદી

વાવાઝોડાથી થયેલ નુકસાનનો સર્વે કરવા ગુજરાત પહોંચ્યા પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

વાવાઝોડું તૌકતેએ ગુજરાતમાં કહેર મચાવ્યો હતો. હવે પીએમ નરેન્દ્ર મોદી આજે વાવાઝોડાથી થયેલ નુકસાનનો સર્વે કરવા ગુજરાત આવ્યા છે. અમદાવાદમાં મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ થશે. આજે તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો પણ હવાઈ પ્રવાસ કરશે. હાલ પીએમ મોદી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની સ્થિતિ ચકાશી રહ્યા છે. તેમણે સંકટથી નિપટવા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવાની વાત કહી છે.

Modi

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં થયેલ નુકસાનનું બ્રીફિંગ આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે સમુદ્રી તોફાન અને ભારે વરસાદને કારણે હઝારો ઝાડ જમીનદોસ્ત થઈ ગયાં છે. હજારો ઘર તબાહ થઈ ગયા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજી પણ વરસાદ થઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે રાતે ગિર-સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં 100થી 150 કિમીની ગતિએ પવન ફૂંકાયો હતો. અમરેલી જિલ્લામાં પણ ભારે નુકસાન થયું છે. ઉના, ગિરગઢડા અને કોડિનાર પંથકના ગામોમાં પણ તબાહી મચી છે. કાચાં મકાન ધરાશાયી થઈ ગયાં છે અને કેરી, નારિયેળના પાકને બહુ નુકસાન પહોંચ્યું છે. સૂત્રાપાડામાં કેટલીય જગ્યાએ આંબાના બગીચા નષ્ટ થઈ ગયા છે.

અમિત શાહે સીએમ રૂપાણી સાથે વાત કરી

રાજધાની ગાંધીનગરમાં ગતરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની સ્થિતિ પર સમીક્ષા કરી અને તૈયારીઓ પર ચર્ચા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. બેઠકમાં વાવાઝોડાથી પ્રભાવિત 14 તટીય જિલ્લાઓને લઈ વાતચીત કરી. અધિકારીઓએ તેમને વરસાદની જાણકારી આપી છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે.

Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે 'Yaas’?Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે 'Yaas’?

એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના મહાનિદેશક એસએન પ્રધાને કહ્યું કે ગુજરાતની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. તેમણે કહ્યું કે હવાની ગતિ ઘટી ગઈ છે. વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન વૃક્ષોને પહોંચ્યું છે.

English summary
Pm Modi conducts an aerial survey of the Cyclone Tauktae affected areas of Gujarat and Diu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X