For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાત, હજુ દિવાળી સુધી મળશે મફત અનાજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના(પીએમજીકેએવાય) ના લાભાર્થીઓ સાથે વાત કરી.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના(પીએમજીકેએવાય) ના લાભાર્થીઓ સાથે વાત કરી. રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂરા થવા પર આજે અન્નોત્સવ દિવસની ઉજવણી રીપે દાહોદમાં રાજ્યકક્ષાના આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. પીએમજીકેએવાઈના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓની ફરિયાદો અને પ્રશંસા પણ સાંભળી. મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા.

pm modi

ગરીબોને દિવાળી સુધી મફત અનાજ મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, 'ગરીબોને દિવાળી સુધી મફત અનાજ મળશે. આજે વિશ્વમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઈ રહ્યા છે. આ યોજના પાછળ 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ભારતની એક પણ વ્યક્તિ ભૂખી ન સૂવે એ છે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલા કરતા બમણુ અનાજ આપવામાં આવી રહ્યુ છે.' વળી, પીએમ મોદીએ કહ્યુ કે, 'ગુજરાતમાં સાડા ત્રણ કરોડ લાભાર્થીને મફત અનાજનો લાભ મળી રહ્યો છે તેના માટે ગુજરાત સરકારની હું પ્રશંસા કરુ છુ. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પ્રાથમિકતા આપી છે. શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.'

કચ્છમાં નર્મદાનુ પાણી પહોંચ્યુ

પ્રધાનમંત્રીએ તેમના સંવાદ દરમિયાન કહ્યુ કે, 'ગુજરાતમાં એક મોટા ભાગમાં પાણી માટે મહિલાઓને ચાલીને જવુ પડતુ હતુ. રાજકોટમાં પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી પરંતુ આજે કચ્છ સુધી નર્મદાનુ પાણી પહોંચ્યુ છે. સરદાર સરોવર ડેમ, સૌની યોજના, કેનલોના નેટવર્કથી નર્મદાનુ પાણી પહોંચી રહ્યુ છે જેના કારણે આજે ગુજરાત 100 નળ સે જલ ઉપલબ્ધ કરાવવામાં બહુ દૂર નથી. આ પરિવર્તન હવે આખો દેશ અનુભવી રહ્યો છે.' પીએમ મોદીએ વડનગર અને રાજકોટના લાભાર્થીઓ સાથે વાત કરીને રેલવે સેવા વિશે અને વડનગરના વિકાસ વિશે વાતો કરી હતી અને તેમના અનુભવો વિશે પૂછ્યુ હતુ.

વળી, પીએમ મોદીએ અનાજ કલ્યાણ યોજના હેઠળ કોઈ મુશ્કેલી આવે છે કે નહિ તે વિશે પણ પૂછ્યુ હતુ. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને પૂછ્યુ હતુ કે યોજનાનો લાભ લેવા માટે વચેટિયાઓ હેરાન તો નથી કરતાને. તમને જણાવી દઈએ કે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના 17 હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી અન્નોત્સવ અન્વયે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યક્તિદીઠ 5 કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરવામાં આવી છે.

English summary
PM Modi interacts with beneficiaries of Pradhan Mantri Garib Kalyan Anna Yojana Gujarat today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X