જ્યારે દ્વારકામાં PM મોદીને મળ્યા તેમના જૂના મિત્ર

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જ્યારે ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે ત્યારે શનિવારે તે જ્યારે દ્વારકામાં પ્રભુના દર્શન કરીને નીકળી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમનો કાફલો રોકાઇ ગયો અને તે પોતે ગાડીથી નીકળીને એક વ્યક્તિ જોડે વાત કરવા લાગ્યા. હાલચાલથી તેવું લાગતું હતું જાણે બન્ને એકબીજાને સારી રીતે લાંબા સમયથી ઓળખતા હોય. સારી એવી વાતચીત અને ઉત્સુકતા બતાવીને જ્યારે પીએમ મોદી પરત ફર્યા ત્યારે જાણવા મળ્યું કે પીએમ મોદી જે વ્યક્તિ જોડે વાતચીત કરી રહ્યા હતા તે પીએમ નરેન્દ્ર મોદીના જૂના મિત્ર છે, જેમનું નામ છે હરિભાઇ. હરિભાઇ અને મોદી પાછલા 52 વર્ષોથી મિત્ર છે.

dwarka

વધુમાં હરિભાઇએ જણાવ્યું કે તે જૂના આરએસએસના કાર્યકર્તા છે. હાલમાં તેમની પત્નીની મોત થઇ ગઇ હતી. આ વાતની જાણકારી તેમણે પીએમ મોદીને પણ આપી હતી. જે બાદ પીએમ મોદીએ તેમને મળી સાંત્વના આપી હતી. વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે હરિભાઇ અને મોદી લાંબો સમય સુધી એક જ રૂમમાં રહેતા હતા. ત્યારે શનિવારે પીએમ મોદીના આ જૂના મિત્રની વાત દુનિયા સામે આવી હતી. જેમને મોદી ખુબ જ આત્મીયતાથી મળ્યા હતા. હરિભાઇએ જણાવ્યું કે તે પોતે પણ ગુજરાતના સંઘ પ્રચારક રહી ચૂક્યા છે. અને તેમણે અને મોદીએ સાથે મળીને સંઘના અનેક કાર્યક્રમનો ભાગ લઇને લોકોની સેવા કરી છે.

English summary
PM Modi is two day visit gujrat met his old friend, Read More Here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.