For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

i Create સેન્ટરનું ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ કર્યું ઉદ્ધાટન

બાવળા પાસે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ કર્યું આઇક્રિએટ સેન્ટરનું ઉદ્ઘાટન. આ પ્રસંગે બંને દેશના નેતાઓએ તેમના ભાષણમાં શું કહ્યું વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

બાવળા ખાતે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇ ક્રિએટ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂ 6 કલાકના ટૂંકા ગાળા માટે ગુજરાતના મોંઘરા મહેમાન છે. આ ઉદ્ધાટન સેન્ટરના જનસંબોધન કરતા ઇઝરાયેલના વડાપ્રધાન ભારતના આતિથિ સ્તકારના વખાણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જય હિંદ, જય ભારત અને જય ઇઝરાયલનું સુત્ર પણ ઉચ્ચાર્યું હતું. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રસંગે ઇઝરાયેલના વડાપ્રધાનનો આભાર માન્યો હતો. સાથે જ આઇ ક્રિએટ જેવી સંસ્થાઓના ઉદ્ધાટનથી આવનારા સમયમાં ઇનોવેશન ક્ષેત્રે ભારત સમગ્ર દુનિયામાં નામ રોશન કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે ભારત અને ઇઝરાયલને ઇનોવેશન જ નજીક લાવશે અને મહત્વની ભૂમિકા ભજવશે.

PM Modi and Israel PM Netanyahu

વધુમાં આજે ઇઝરાયલના વડાપ્રધાન અને પીએમ સાથે ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ લંચ લીધુ હતું. આ 1500 જેટલા વેપારીઓમાં ઝાયડસના પંકજ પટેલ, અદાણીના ગૌતમ અદાણી સમેત અરવિંદ જૂથના સંજયભાઇએ જેવા બિઝનેસ ટાયકૂન સાથે બંને દેશના વડાપ્રધાનને લંચ લઇ ચર્ચા વિચારણા કરી હતી. આ લંચમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂએ ગુજરાતી વાનગી ટમ ટમ ખમણ, ઉંધિયું અને ગાજરના હલવા સમતે લીલવાની કચોરીની મજા માણી હતી. નોંધનીય છે કે આ પછી બંને દેશના વડાપ્રધાન ગુજરાતના સાબરકાંઠાના વદરાડ ખાતે હોર્ટીકલ્ચર પાર્કની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડાપ્રધાને આજે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી સુધી 14 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. અને તે પછી તેમણે સાબરમતી ખાતે બાપુને શ્રદ્ધાજંલી અર્પી પતંગ ઉડાવવાની મજા પણ માણી હતી.

English summary
Gujarat: PM Modi and Israel PM Netanyahu to inaugurate the iCreate centre in Ahmedabad's Deo Dholera Village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X