For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: વડાપ્રધાન મોદીએ પ્રથમવાર મતદાન કરતા મતદારોને કરી આ અપીલ

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પહેલા તબક્કા માટે ગુરૂવારની સવારે 8 કલાકથી મતદાન શરૂ થઇ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 89 વિધાનસભા સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પહેલા તબક્કા માટે ગુરૂવારની સવારે 8 કલાકથી મતદાન શરૂ થઇ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કામાં 89 વિધાનસભા સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર મતદાન કરતા મતદારોને અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન થઇ રહ્યું છે. હું ખાસ કરીને પ્રથવાર મતદાન કરી રહેલા મતદાતાઓને અપીલ કરુ છું કે, રેકોર્ડ બ્રેક મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહી આ વાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બની ગયું છે, જેનો દરેકભારતીયને ગર્વ છે, પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે. હું પ્રથમ તબક્કાના મતદારોને અપીલકરું છું કે, વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને સંખ્યા સાથે મતદાન કરો.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહી આ વાત

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહી આ વાત

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, હું ગુજરાતના 4.9 કરોડ મતદારોને આજે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી દરમિયાનમતદાન કરવા અપીલ કરું છું. હું તમામ યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું. ગુજરાતમાં PWDના 4 લાખથી વધુ મતદારો છે.

ત્યાં 9.8 લાખ વરિષ્ઠ નાગરિક મતદારો છે. 182 થી વધુ મતદાન મથકો PWD કર્મચારીઓ દ્વારા સંચાલિત છે. તેવી જ રીતે તમામ મહિલા કર્મચારીઓ 1,274 બૂથ પર હાજર રહેશે.

પૂર્વ મુખ્યમંત્રીએ કહી આ વાત

પૂર્વ મુખ્યમંત્રીએ કહી આ વાત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું લોકોને અપીલ કરું છું કે, તમારે મતદાન કરવું જ જોઈએ અને મને ખાતરી છે કે, ગુજરાતમાં 7મી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ વખતે ભાજપ રાજકોટની ચારેય બેઠકો જંગી બહુમતીથી જીતશે. કારણ કે, ભાજપના ઉમેદવારોએ સારો પ્રચાર કર્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહી આ વાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. હું તમામ ભાઈ-બહેનોને રાજ્યમાંશાંતિ, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું, આ જ પ્રગતિનો મુખ્ય સ્તંભ છે. લોકશાહીના આ મહાનઉત્સવમાં તમારી સહભાગિતા વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

English summary
PM Modi made this appeal to voters who are voting for the first time in Gujarat Assembly Election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X