For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીદી સૌયદની જાળી જોવા પહોંચ્યા PM શિન્ઝો આબે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના પીએમ શિન્ઝો આબે અને તેમના પત્નીએ બુધવારે સાંજે સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

બુધવારે બપોરે 3.30ની આસપાસ અમદાવાદ પધારેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્નીએ રોડ શોમાં બાગ લીધા બાદ સાબરમતી રિવફ્રન્ટ અને સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ થોડા વિશ્રામ બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીદી સૈયદની જાળી જોવા પહોંચ્યા હતા. અમદાવાદના ઐતિહાસિક સ્થળ સીદી સૈયદની જાળી અને તેની 16મી સદીની મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની કોઇ પણ મસ્જિદની પહેલી મુલાકાત હતી.

pm modi pm shinzo abe

અહીં પીએમ મોદી જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમના પત્નીને આ ઐતિહાસિક સ્થળ વિશેની માહિતી આપતા નજરે પડ્યા હતા. આ મસ્જિદની મુલાકાત માટે પીએમ મોદીએ એવો સમય પસંદ કર્યો હતો, જેથી નમાજમાં કોઇ અડચણ ઊભી ન થાય. આવતી કાલે ગુરૂવારના રોજ મહાત્મા મંદિર ખાતે પીએમ શિન્ઝો આબે અને પીએમ મોદી હાઇ-સ્પીડ રેલ(બુલેટ ટ્રેન) એક એક્ઝિબિશનની મુલાકાત લેશે. બુલેટ ટ્રેનના નિર્માણકામના શ્રીગણેશ પણ ગુરૂવારના રોજ આ બંને વડાપ્રધાનોના હસ્તે જ કરવામાં આવશે.

pm modi pm shinzo abe
English summary
Ahmedabad: PM Narendra Modi, Japanese PM Shinzo Abe and his wife visited Sidi Saiyyid Ni Jaali on Wednesday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X