For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Modi Raod Show Live: પીએમ મોદીનો સતત બીજા દિવસે રોડ શો, ચુસ્ત પોલિસ બંદોબસ્ત

PM Modi Raod Show Live: પીએમ મોદીએ ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધીત કર્યુ

|
Google Oneindia Gujarati News

ગતરોજ 10મી માર્ચે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયાં છે. જેમાંથી ચાર રાજ્ય- ઉત્તર પ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ પીએમ મોદીએ આજે ગુજરાતમાં ચૂંટણી બ્યુગલ ફુંકી દીધું છે. આજે પીએમ મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટે સવા દસ વાગ્યે પહોંચ્યા બાદ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો યોજ્યો છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને પળેપળની ખબર મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો...

modi

Newest First Oldest First
11:38 AM, 12 Mar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે મેગા રોડ શોની શરૂઆત કરી હતી. મોટી સંખ્યામાં લોકો તેમને વધાવી લેવા માટે પહોચ્યા હતા.
11:37 AM, 12 Mar

ચિલોડા સર્કલ ખાતે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે.
11:36 AM, 12 Mar

દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના ઉપસ્થિત રહેશે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
6:08 PM, 11 Mar

PM મોદીએ જય હિન્દ, ભારત માતાકી જયના નારા સાથે ભાષણ પુરૂ કર્યુ
5:53 PM, 11 Mar

દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય. ખેતરમાં કેમિકલ નાખવાનું બંધ કરીને ધરતી માને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે.
5:53 PM, 11 Mar

દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાયઃ PM મોદી
5:53 PM, 11 Mar

વડાપ્રધાન મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વરૂપે દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે ગામના આગેવાનોને અપીલ કરી. કહ્યું કે, ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવું નાનકડું પણ મોટું કામ કરવું જોઈએ.
5:52 PM, 11 Mar

ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધું: PM મોદી
5:52 PM, 11 Mar

‘અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓ વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે: પીએમ મોદી
5:52 PM, 11 Mar

આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયા. કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.
5:52 PM, 11 Mar

ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.
5:51 PM, 11 Mar

આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ.
5:51 PM, 11 Mar

લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા.
5:51 PM, 11 Mar

પીએમ મોદીનુ સંબોધન શરૂ
5:50 PM, 11 Mar

ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. GMDC ખાતે વડાપ્રધાને પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે 5 ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું.
5:50 PM, 11 Mar

વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.
5:50 PM, 11 Mar

'મારૂં ગામ, મારૂં ગુજરાત’ થીમ પર યોજાનારા આ મહાસંમેલનમાં વડાપ્રધાન સરપંચો સહિત 1.50 લાખ લોકોને સંબોધન કરશે.
5:50 PM, 11 Mar

વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી GMDC ગ્રાઉન્ડ જવા માટે રવાના થયા છે. ત્યાં તેઓ પંચાયત મહાસંમેલનને સંબોધીત કરશે.
5:50 PM, 11 Mar

ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાનની બેઠક પૂર્ણ. બેઠકમાં વડાપ્રધાને ભાજપના પદાધિકારીઓને સંબોધીત કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તેઓ રાજભવન ખાતે જવા માટે રવાના થયા હતા.
5:39 PM, 11 Mar

પીએમ મોદીએ ગુજરાત પંચાયત મહાસંમેલનને કરી રહ્યાં છે સંબોધીત
3:49 PM, 11 Mar

2017માં ગોવામાં ભાજપે 13 સીટો જીતી હતી પરંતુ હવે અમે 20 સીટો જીતી છે. 2017માં અમને ગોવામાં 32% વોટિંગ ટકાવારી મળી હતી પરંતુ હવે અમને લગભગ 34% વોટ મળ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં અમને સત્તા પર પાછા લાવવા માટે લોકોએ અમને સકારાત્મક મતદાન કર્યું: ભાજપ ગોવા ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિ
3:48 PM, 11 Mar

માન કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
3:08 PM, 11 Mar
પંજાબ

અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા ભગવંત માન.
3:04 PM, 11 Mar
પંજાબ

શિરોમણી અકાલી દળ (SAD)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે શુક્રવારે કહ્યું કે 'ગઈકાલે જે પરિણામો આવ્યા છે તે અમે સ્વીકારીએ છીએ, અમે પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે એક બેઠક કરીશું'.
2:54 PM, 11 Mar

નવો આદેશ મળ્યો છે, આ સમયગાળાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મેં માનનીય રાજ્યપાલને મારા સહિત સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું આપી દીધું છે.: પુષ્કર સિંહ ધામી, ઉત્તરાખંડના દેખભાળ મુખ્યમંત્રી
2:36 PM, 11 Mar

ભગવાનનો અવાજ લોકોના અવાજમાં છેઃ વેરકામાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ
2:04 PM, 11 Mar

જીત અને હાર લોકો પર નિર્ભર છે. પિતા હોય કે પક્ષના અન્ય ટોચના નેતાઓ હોય, ક્યાંકને ક્યાંક અંતર તો રહ્યું જ હશે. જેના કારણે અમને આ પરિણામો જોવા મળ્યાઃ સંઘમિત્રા મૌર્ય
2:04 PM, 11 Mar

સુપ્રીમો માયાવતી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીને 'ભારત રત્ન' આપવાની માંગ કરી છે.
2:04 PM, 11 Mar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા.
12:48 PM, 11 Mar

પુષ્પ વર્ષા અને મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
READ MORE

English summary
PM Modi Road Show Ahmedabad Live and Latest News in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X