For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે ગુજરાતના લખપત ગુરુદ્વારામાં ગુરુપર્વને કરશે સંબોધિત, જાણો મહત્વની વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરુ નાનક દેવજીના ગુરુપર્વ સમારંભને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(શનિવાર 25 ડિસેમ્બર)ના રોજ ગુજરાતના કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરુ નાનક દેવજીના ગુરુપર્વ સમારંભને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાયલ(પીએમઓ)ના એક અધિકૃત નિવેદન અનુસાર પ્રધાનમંત્રી મોદી બપોરે લગભગ 12.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુરુપર્વ સમારંભને સંબોધિત કરશે.

pm modi

જાણો લખપત ગુરુદ્વારાનુ ગુરુપર્વ કેમ છે ખાસ

દર વર્ષે 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ગુજરાતની સિખ સંગત ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરુનાનક દેવજીનુ ગુરુપર્વ મનાવે છે. પોતાની યાત્રા દરમિયાન ગુરુ નાનક દેવજી લખપતમાં રોકાયા હતા. ગુરુદ્વારા લખપત સાહિબમાં તેમના અવશેષ છે જેમાં લાકડાના જૂતા અને પાલખી સાથે-સાથે ગુરુમુખીની પાંડુલિપિયો અને ચિહ્નોની લિપિઓ શામેલ છે.

પીએમએ અનુસાર 2001ના ભૂકંપ દરમિયાન ગુરુદ્વારાને નુકશાન થયુ હતુ. પીએમઓએ કહ્યુ, 'ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નુકશાનનુ સમારકામ સુનિશ્ચિત કરવા માટે તત્કાલ પ્રયાસ કર્યા હતા.'

પીએમઓએ એ પણ કહ્યુ, 'ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આ પગલાંથી લોકોને વિશ્વાસ થયો કે નેતાની ગુરુદ્વારામાં ઉંડી શ્રદ્ધા છે. જેવી કે હાલમાં દિવસોમાં પણ જોવામાં આવી છે, જ્યારે પીએમ મોદી ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વ, ગુરુ ગોબિંદસિંહજીના 350માં પ્રકાશ પર્વ અને ગુરુ તેગ બહાદૂરજી 400માં પ્રકાશ પર્વના ઉત્સવમાં શામેલ થયા.'

English summary
PM Modi to address Gurpurab celebration at Gujarat gurudwara virtually, all need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X