કોણ છે આ નાની બાળકી, જેને ખોળામાં લઈને ખુશ દેખાઈ રહ્યા છે પીએમ મોદી
મત આપતા પહેલા તે અમિત શાહના પરિવારને પણ મળ્યા અને થોડીવાર તેમણે જય શાહ એટલે કે અમિત શાહના પુત્રની દીકરીને ખોળામાં રમાડી.
લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહ માટે મતદાન કર્યુ છે. મતદાન કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહાર આવીને મતદાનવાળી આંગળી બતાવી અને પગે ચાલીને જ લોકોને મળવા પહોંચ્યા. પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં સવાર થઈને પોલિંગ બુથ સુધી મત આપવા પહોંચ્યા જ્યાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમનુ સ્વાગત કર્યુ હતુ.

મોદીના ખોળામાં છે અમિત શાહની પૌત્રી
મત આપતા પહેલા તે અમિત શાહના પરિવારને પણ મળ્યા અને થોડીવાર તેમણે જય શાહ એટલે કે અમિત શાહના પુત્રની દીકરીને ખોળામાં રમાડી. આ સુંદર પળોના ફોટા લોકોએ કેમેરામાં કેદ કરી લીધા અને હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મોદી આ દરમિયાન એકદમ બાળકી સાથે બાળક બનેલા જોવા મળી રહ્યા છે.
|
મારુ સૌભાગ્ય છે કે મને મત આપવાનો મોકો મળ્યોઃ પીએમ મોદી
મત આપ્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યુ કે આજે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. મારુ સૌભાગ્ય છે કે મને પણ આજે મારી ફરજ નિભાવવાનો મોકો મળ્યો. આ મારા માટે ગૌરવપૂર્ણ પળ છે કે મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં મત આપ્યો. જેમ કુંભમાં સ્નાન કરીને આનંદ મળે છે તેમ જ મત આપીને આનંદ મળે છે. પીએમ મોદી બોલ્યા કે પહેલી વાર જે મત આપવા જઈ રહ્યા છે આ સદી તેમની જ સદી છે. એટલા માટે નવા મતદારોને તે વિશેષ આગ્રહ કરશે કે તે બધા 100 ટકા મતદાન કરે.
|
અમિત શાહ પહેલી વાર લડી રહ્યા છે લોકસભા ચૂંટણી
તમને જણાવી દઈએ કે આજે ત્રીજા તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટો માટે મત અપાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાન 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, અસમની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ દમણની 1, જમ્મુ કાશ્મીરની 1 અને ત્રિપુરાની 1 લોકસભા સીટ પર પણ આજે મતદાન થઈ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
