Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાત, CM પણ થશે શામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે એટલે કે 3 ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે એટલે કે 3 ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીએમ મોદી યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વાસ્તવમાં, સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં એક જન ભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.

pm modi-vijay rupani

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ શામેલ થશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં મહામારીના પ્રકોપના કારણે આખા દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ ત્યારે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનુ એલાન કર્યુ હતુ. જે હેઠળ રાશનકાર્ડ ધારકોને એપ્રિલથી જૂન સુધી રાશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોના નામના આધારે 5 કિલો અનાજ(ઘઉં/ચોખા) અને એક પરિવારને એક કિલો દાળ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ અનાજને રાશન કાર્ડ પર મળતા કોટાથી અલગ રાખવામાં આવ્યુ હતુ.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(PMGKAY)એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ(નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) યોજના છે. આ યોજના હેઠળ 80 કરોડ દેશવાસીઓને નવેમ્બર 2021 સુધી માટે દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યુ છે. જાણકારોનુ કહેવુ છે કે આ યોજના કોરોના કાળમાં આર્થિક પ્રભાવને ઘટાડવા માટે સહાયતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશભરમાં પરિવારોને 5 કિલો અનાજ પ્રતિ સભ્ય આપવામાં આવી રહ્યુ છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આ યોજનાનો લાભ બધા લાભાર્થીઓને મળી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X