For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા, પીએમ મોદીએ સમ્માનમાં જાહેર કરી ટપાલ ટિકિટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા થવા પર વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કર્યો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા થવા પર વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટના સમ્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી.

શું કહ્યુ પીએમ મોદીએ?

શું કહ્યુ પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે પણ દેશમાં મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે આપણી ન્યાયપાલિકાએ બંધારણીય મૂલ્યોની રક્ષા કરી છે. ન્યાયપાલિકાના આ પગલાંથી લોકોમાં તેના પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ન્યાયપાલિકાએ હંમેશા રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખ્યા છે. વળી, પીએમ મોદીએ કહ્યુ કે અમને આપણી અદાલતો પર ગર્વ છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટ પર છે. સર્વોચ્ચ ન્યાયાલયે આખી દુનિયામાં સૌથી વધુ કેસની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી કરી છે. આ ઉપરાંત હાઈકોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટે પણ કોરોના કાળમાં સારુ કામ કર્યુ છે.

ગુજરાત હાઈકોર્ટે સત્ય અને નિષ્ઠાથી કામ કર્યુ

પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યુ કે ગુજરાત હાઈકોર્ટે જે સત્ય અને નિષ્ઠાથી કામ કર્યુ છે તેનાથી ન્યાય વ્યવસ્થા અને લોકતંત્ર બંને મજબૂત બન્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં સરકાર અને ન્યાયપાલિકા બંનેની એક જ ફરજ છે કે આપણે દુનિયાની સર્વોત્તમ ન્યાય વ્યવસ્થા જાળવી રાખીએ. તેમણે કહ્યુ કે આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાયની ગેરેન્ટી હોય અને અંતિમ વ્યક્તિને ન્યાય મળે.

1960માં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના

તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી. એ વખતે ગુજરાત બૉમ્બેથી અલગ થઈને એક નવુ રાજ્ય બન્યુ હતુ. ગુજરાત હાઈકોર્ટ પહેલા નારોલમાં હતી ત્યારબાદ તે અમદાવાદના ઈનકમ ટેક્સ સર્કલમાં શિફ્ટ કરવામાં આવી. હવે વર્ષ 1998થી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સોલા કેમ્પસમાં ચાલી રહી છે.

UN માનવાધિકારે કહ્યુ - અધિકારી અને પ્રદર્શનકારી રાખે સંયમUN માનવાધિકારે કહ્યુ - અધિકારી અને પ્રદર્શનકારી રાખે સંયમ

English summary
PM Narendra modi address during diamond jubilee of High Court of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X