પીએમ મોદીએ કર્યું મતદાન, કહ્યું- મતદાન બાદ લાગ્યું જાણે કુંભ ન્હાયા

પીએમ મોદીએ કર્યું મતદાન, કહ્યું- મતદાન બાદ લાગ્યું જાણે કુંભ ન્હાયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 અને કેરળની તમામ 20 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે, આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તર પ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓરિસ્સાની6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, આસામની 4, ગોવાની 2, દાદરા નગ હવેલી, દીવ-દમણ, જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરાની 1-1- લોકસભા સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે.

પીએમ મોદીએ કર્યું મતદાન

પીએમ મોદીએ પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહ માટે મતદાન કર્યું, મતદાન કર્યા બાદ પીએમ મોદીએ બહાર આવી મતદાન વાળી આંગળી દેખાડી અને ચાલીને લોકોને મળવા પહોંચી ગયા, પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈ પોલિંગ બૂથ સુધી વોટ નાખવા પહોંચ્યા જ્યાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું.

વોટ આપ્યા બાદ લાગ્યું જાણે કુંભ ન્હાયા

વોટિંગ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આજે દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, મારું સૌભાગ્ય છે કે મને પણ આજે મારું કર્તવ્ય નિભાવવાનો મોકો મળ્યો, આ મારા માટે ગૌરવપૂર્ણ પળ છે કે મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં વોટ આપ્યો, કુંભમાં સ્નાન કર્યાનો આનંદ મળે તેટલો જ મતદાન બાદ મળી રહ્યો છે, પીએમ મોદી બોલ્યા કે પહેલીવાર જેઓ વોટ આપી રહ્યા છે આ સદી તેમની જ સદી છે, માટે નવા મતદાતાઓને તેઓ વિશેષ આગ્રહ કરશે કે તેઓ બધા 100 ટકા મતદાન કરે.

મતદાન પહેલા માના આશિર્વાદ લીધા

પીએમ મોદીએ પણ આજે ગાંધીનગર લોકસભા સીટ પર પોતાનો વોટ નાખતા પહેલા સવારે-સવારે મા હીરાબેનના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર સ્થિત તેમના આવાસે પહોંચ્યા. અહીં તેમણે પોતાના માતા સાથે મુલાકાત કરી, તેમણે પોતાની માના આશીર્વાદ લીધા અને નારિયળ, ચુંદળી પ્સાદના રૂપમાં આપ્યાં, હીરાબેને પીએમ મોદીનું મોઢું મીઠું કરાવ્યું તો મોદીએ પણ પોતાના માને મીઠાઈ ખવડાવી, જે બાદ મોદીએ સામાન્ય લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે તસવીરો ખેંચાવી.

મતદાન કરી લોકતંત્રને વધુ મજબૂત કરોઃ પીએમ મોદી

સવારે 7 વાગ્યેથી જ વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે, મતદાન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી દેશની જનતાને મતદાન કરવા અપીલ કરી છે, તેમણે ખાસકરી યુવાઓને અપીલ કરી છે કે તેઓ આજે વોટિંગ જરૂર કરે અને લોકતંત્રને મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X