ફરી એકવાર મનાઇ બાદ પીએમ મોદીની પત્નીએ ફરી માંગી સુરક્ષાની જાણકારી
અમદવાદ, 2 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને ફરી એકવાર પોતાની સુરક્ષાને લઇને જાણકારી માંગી છે. તાજેતરમાં મહેસાણા પોલીસે જશોદાબેનને તેમની સુરક્ષા કવર વિશે જાણકારી આપવાની મનાઇ કરી દિધી છે. જશોદાબેને પોતાની સુરક્ષા કવરને લઇને એક આરટીઆઇના માધ્યમથી પોલીસ પાસે જાણકારી માંગી હતી.
આ મુદ્દે પોલીસનું કહેવું છે કે માંગવામાં આવેલી સુચના આરટીઆઇના દાયરામાં આવતી નથી કારણ કે તે સૂચના એલસીબી સંબંધિત છે. જશોદાબેને આરટીઆઇ દાયલ કરી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે વડપ્રધાનમંત્રીની પત્ની હોવાના નાતે તેમને શું અધિકાર છે. તેમણે તેમની સુરક્ષામાં લગાવેલા કર્મચારીઓની ડ્યૂટી વિશે પૂછ્યું તથા એ પણ પૂછ્યું કે કે તે બસમાં મુસાફરી કરે છે, ત્યારે તેમના સુરક્ષા કર્મચારીઓ કોના આદેશ પર સરકારી વાહનોમાં યાત્રા કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જશોદાબેને મહેસાણા પોલીસ સમક્ષ 24 નવેમ્બરના રોજ આરટીઆઇ દાખલ કરી તેમને પ્રોટોકોલ હેઠળ આપવામાં સુરક્ષા કવર વિશે જાણકારી માંગી હતી. સાથે જ સૂચનામાં તેમણે સુરક્ષા પુરી પાડવા વિશે સરકાર દ્વારા મંજૂરી વાસ્તવિક આદેશની કોપી પણ માંગી હતી. તેમણે સંવિધાનના તે જોગવાઇ અને કાયદા વિશે પણ જાણકારી માંગી હતી, જેના હેઠળ વડાપ્રધાનમંત્રીની પત્નીને સુરક્ષા કવર પુરૂ પાડવામાં આવે છે.
જન સૂચના અધિકારી અને મહેસાણા ડીએસપી ભક્તિ ઠાકર દ્રારા તેમને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે, ''તમને (જશોદાબેન મોદી) દ્વારા માંગવામાં આવેલી સૂચના એલઆઇબી સંબંધિત છે અને ગુજરાતના ગૃહ વિભાગના એક પ્રસ્તાવ અનુસાર એલઆઇબીને આરટીઆઇમાંથી છૂટ આપવામાં આવી છે. જો કે માંગવામાં આવેલી સૂચના તમને આપવામાં નહી આવે.'












Click it and Unblock the Notifications
