વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતીઓને નામ PM મોદીનો પત્ર

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભાજપની આગેવાનીમાં સરકાર બનતી આવી છે, પરંતુ આ વર્ષની પરિસ્થિતિ જરા અલગ છે. પાટીદાર અનામત સહિતના વિવિધ આંદોલનો, ચૂંટણીના સમીકરણોમાં ભળતો જાતિવાદ, ગુજરાત કોંગ્રેસનું વધતું પીઠબળ વગેેરે જોતાં આ ચૂંટણીમાં ભાજપ માટે જીતવું એટલું સરળ નથી. આ વાતને ધ્યાનમાં રાખતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને નામ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અપીલ કરી છે કે, લોકો જાતિ અને સંપ્રદાયની રાજનીતિમાં ન ફસાય. તેમણે કહ્યું છે કે, ગુજરાત મારો આત્મા છે અને ભારત પરમાત્મા. ભાજપના શાસનકાળ પહેલાં ગુજરાતમાં સર્જાયેલ ખરાબ પરિસ્થિતિના ઉલ્લેખ સાથે જ તેમણે લોકોને ફરી એકવાર ભાજપને જ મત આપવાની પણ અપીલ કરી છે.

narendra modi

તેમણે લખ્યું છે કે, લોકોને યાદ હશે કે 20 વર્ષ પહેલાં ગુજરાતના મતદારો સાંપ્રદાયિકતા અને જાતિવાદ સામે લડી રહ્યાં હતા. હવે એ તમારી જવાબદારી છે કે, તમે રાજ્યને ફરીથી એ જાળમાં ફસાતા બચાવો. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે, કેન્દ્રમાં જ્યારે રાજ્ય માટે પ્રતિકૂળ સરકાર હતી ત્યારે પણ ભાજપે રાજ્યમાં સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાથે વિકાસની દિશામાં જ આગેકૂચ કરી હતી. ત્યાર બાદ તમે મને દેશની જવાબદારી સોંપી. ત્રણ વર્ષની ટૂંકા સમયગાળામાં કે્ન્દ્ર સરકાર એવી અનેક યોજનાઓ લઇને આવ્યું છે, જેનાથી ગરીબોના જીવનમાં સુધારો આવ્યો છે. તેમણે આગળ લખ્યું છે કે, વિકાસને ગુજરાતીઓથી વધારે કોઇ નથી સમજતું. અંતે તેમણે ભાજપની આ વિકાસયાત્રા આગળ વધારવામાં મતદારોનો સહકાર માંગ્યો છે.

ગુજરાતમાં રાજકારણની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીનો આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં કોંગ્રેસ જુદી-જુદી જ્ઞાતિના સશક્ત નેતાઓને પોતાની સાથે જોડવા માટે મહેનત કરી રહ્યું છે. અલ્પેશ ઠાકોર તો પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવી ચૂક્યા છે, દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ થોડા સમય પહેલાં જ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને સકારાત્મક ગણાવી હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની મુલાકાત અંગે તો છેલ્લા ઘણા સમયથી અનેક વાતો વહેતી થઇ છે.

English summary
Gujarat Elections 2017: PM Narendra Modi pens down a letter to the people of Gujarat.
Please Wait while comments are loading...