For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા માટે પોલીસ અને હોમગાર્ડ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું!

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણીની ફરજમાં રહેલા પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણીની ફરજમાં રહેલા પોલીસ અધિકારી-કર્મચારી અને હૉમગાર્ડના જવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો ઉપયોગ કરીને આજે ૯૯૦૮ અધિકારી-કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.

postal ballot

વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત આજે ૨૬ નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટીંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી.જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ વિભાગ માટે અલાયદા ૦૫ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે ૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, કૃષ્ણનગર એસ.આર.પી. ગ્રાઉન્ડ, મકરબા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સીવી મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યાલય ધોળકા, ડીસીએમ કોલેજ વિરમગામ ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૨૧ વિધાનસભા વિસ્તાર માટે અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

English summary
Police and Home Guard employees voted by postal ballot for 21 Assembly of Ahmedabad district!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X