કાલુપુર રેલ્વે સ્ટેશન ઉડાવાની ધમકી આપનાર આરોપી પકડાયો

Subscribe to Oneindia News

તાજેતરમાં જ એક વ્યક્તિએ મુસાફરોથી ધમધમતુ ગુજરાતના સૌથી મોટા ગણાતા કાલુપુર રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ ઉડાવી દેવાની ધમકી આપી હતી. અને પોલીસ આ ધમકીના કારણે દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસે તથા એસઓજીએ 24 ટુકડી બનાવીને આરોપીની ધરપકડ કરી હતી. એસઓજીએ ઝડપી લઈ શાહીબાગ પોલીસને સોપી દીધો છે. નોંંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જેની વચ્ચે આવી ધમકી મળતા પોલીસે ત્વરિત પગલાં લીધા હતા.

Ahmedabad

ત્યારે પોલીસે આ મામલે જે એક વ્યક્તિની ધરપકડ કરી છે તેની પ્રાથમિક તપાસ મુજબ તે રિક્ષાચાલક છે. પોલીસે જે માહિતી આપી જે મુજબ આ આરોપીનું નામ અશ્વિન મરાઠી છે. અને તે રીક્ષા ચલાવવાનું કામ કરે છે અને તેને આ ગુનાની કબૂલાત પણ કરી હતી. નોંધનીય છે કે અશ્વિન અપરાધીક બેકગ્રાઉન્ડ ધરાવે છે. અને આ પહેલા પણ લૂંટને ચોરી જેવી ઘટનામાં સંડોવાયેલો હતો. અશ્વિને રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમની માલમત્તા લૂંટી લેતો હતો. અશ્વિન મરાઠીએ પોલીસ સામે 4 જેટલા ગુના કબ્લૂયા હતા અને તે વધુ ગુના કબૂલે તેવી પણ શક્યતા છે. ત્યારે પોલીસે અશ્વિનના રીમાન્ડ લીધા છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

English summary
Police arrested one man who claimed to blast Ahmedabad Kalupur railway station

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.