For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસતંત્ર સજ્જ!

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યા અને લોકોની ટ્રાફિક સેન્સના અભાવને કારણે થઈ રહેલા અકસ્માતોની વણઝારને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યા અને લોકોની ટ્રાફિક સેન્સના અભાવને કારણે થઈ રહેલા અકસ્માતોની વણઝારને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ કર્મીઓ ઉદાસીન હોવાનું જણાવીને દરેક ટ્રાફિક કર્મીઓને સક્રિય થવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.

Gandhinagar

ગાંધીનગર પોલીસ મથક ખાતે આવેલી એર કન્ડિશન ચેમ્બરમાં પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલી કડક ચેતવણીને કારણે પોલીસ કર્મચારીઓને એસી ચેમ્બરમાં પણ પરસેવો છૂટી જવા પામ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. દેસાઈ દ્વારા જુના રેકોર્ડ ચકાસીને તેના અનુસંધાને કામગીરી થતી નહિ હોવાનું જણાવીને કામગીરીમાં સક્રિયતા દાખવવા પણ પોલીસને સુચના આપવામાં આવી હતી. ગત વર્ષે આ સમયગાળામાં જેટલા મેમો ફાડવામાં આવેલા હતા એ કરતા આ વર્ષે અડધા કરતા પણ ઓછા મેમો આ સમયગાળામાં ફાટેલા હોવાનું જણાવીને, ખોટી રીતે પાર્કિંગ કરતા કે રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો પ્રત્યે પણ કડક વલણ દાખવવા સૂચના આપવામાં આવી હતી.

ગાંધીનગરમાં દરેક વ્યક્તિ પોતાની જાતને મુખ્યમંત્રી સમજતો હોવાથી, ટ્રાફિક પોલીસ સાથે પણ વધુ પડતી માથાકૂટ કરીને તેને ગાંઠતો નથી. આવા સંજોગોમાં ટ્રાફિક પોલીસને સહકાર આપવો તથા ટ્રાફીકના નિયમોનું પાલન કરવું તે નાગરિકોની ફરજ છે.

English summary
Police force equipped to enforce traffic rules in capital city Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X