દારૂની મહેફિલ માણતા કોલેજના નબીરોને પોલીસે પકડ્યા

Subscribe to Oneindia News

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલી નાની હોટેલમાં કોલેજીયન યુવક- યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમા અમદાવાદની જીએલએસ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતુ. એક યુવકનો જન્મ દિવસ હોવાથી રાધે રેસીડેન્સીમાં આ મહેફીલ મંડાઇ હતી. આ દરોડામાં 6 યુવતી અને 7 યુવકોની ધરપકડ કરી હતી. પકડાયેલા નબીરા વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ અમદાવાદનાં વેપારીનાં સંતાનો હોવાથી મોડી રાત્રે પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.

daru

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને બાતમી મળી હતી કે, રાધે રેસીડેન્સીમાં દારુની મહેફીલ ચાલી રહી છે. પોલીસે સ્થળ પર પંચોની હાજરીમાં પંચનામુ કરીને આરોપીઓને ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન લાવીને પ્રોહીબિશન એક્ટની કલમો 85(1),66-બી, 65-ઇ,116-બી તથા 86 હેઠળ તમામ 13 કોલેજીયન સામે ગુનો દાખલ કર્યો હતો.

English summary
Police raid and arrest Ahmedabad college students who are doing liquor party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.