Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દાહોદમાં ત્રણ યુવકોના શંકાસ્પદ મોત અંગે પોલીસને અકસ્માતની આશંકા

દાહોદ જિલ્લા પોલીસે જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાપડી ગામના ત્રણ યુવકોના મોતની તપાસ શરૂ કરી છે, જેમના મૃતદેહ શુક્રવારના રોજ તાલુકાના ડાંગરીયા ગામમાંથી મળી આવ્યા હતા.

દાહોદ જિલ્લા પોલીસે જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાપડી ગામના ત્રણ યુવકોના મોતની તપાસ શરૂ કરી છે, જેમના મૃતદેહ શુક્રવારના રોજ તાલુકાના ડાંગરીયા ગામમાંથી મળી આવ્યા હતા. દાહોદ પોલીસે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ અને શબપરીક્ષણ રિપોર્ટ(એટોપ્સી રિપોર્ટ) એક જીવલેણ અકસ્માત થયો હોવા તરફ ઇશારો કરે છે. આ ત્રણ યુવકો મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હોય, તે ગામ નજીક એક ખાડામાં પડી ગયા હોય તેવી શક્યતા છે.

accident

21 વર્ષીય યુસુફ અયુબ કમાલ, 25 વર્ષીય અકબર સત્તાર પટેલ અને 21 વર્ષીય સમીર જાથેરાના મૃતદેહ શુક્રવારના રોજ ડાંગરીયા ગામ નજીક એક ખાડામાંથી મળી આવ્યા હતા. આ યુવકો મોટરસાઇકલ ચલાવતા હતા તે દરમિયાન અકસ્માતે તેમાં પડી ગયા હતા. શનિવારના રોજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પરિવાર તરફથી અણબનાવની આશંકા અંગે પણ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક કારણ જીવલેણ અકસ્માત હોવાનું જણાઇ રહ્યું છે.

દાહોદના પોલીસ અધિક્ષક હિતેષ જોયસરે જણાવ્યું હતું કે, બહારી ઈજાના કોઇ નિશાન દેખાતા ન હોવાથી અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શરીરને અન્ય કોઇ ઇજાના સંકેત મળ્યા નથી. પ્રથમ દ્રષ્ટિએ તે જીવલેણ અકસ્માત હોવાનું જણાય છે, પરંતુ અમે અન્ય તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ, જેમાં ફાઉલ પ્લે થવાની સંભાવનાના પરિવારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આશંકાનો પણ સમાવેશ થાય છે.

એક મૃતકના પરિવારે આરોપ લગાવ્યો છે કે, જે છોકરી સાથે તે પહેલા સંબંધમાં હતો તેના પરિવાર દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય શકે છે. દાહોદના SP જોયસરે જણાવ્યું હતું કે, તેમને આશંકા વ્યક્ત કરી છે, પરંતુ પ્રેમ સંબંધનો મુદ્દો બે વર્ષ જૂનો હતો. જો કે અમે તમામ શક્યતાઓ ચકાસી રહ્યા છીએ. આ સમયે અમને ખબર નથી કે અકસ્માત કેવી રીતે થયો કે, શું તેમની મોટરસાઇકલ કોઈની સાથે અથડાઈ હતી કે, પછી તેમને અકસ્માતથી બચવા પોતાની બાઇક ખાડામાં ઉતારી દીધી હતી. આ ખાડો 50 ફૂટ ઉંડો હતો, જેમાં તેને પડી ગયા હતા. જે વળાંક પર મોટરસાઇકલ મળી આવ્યું છે, તે એલ આકારનો વળાંક છે. એવી પણ શક્યતા છે તેમને વળાંક પર વળી ન શક્યા હોય અને તેમને ખાઈમાં પડી ગયા હોય. પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માતનો કેસ લાગે છે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ આ કેસની વધુ વિગતો સામે આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X