For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમારા માટે તો આ ખાડીયું જ બેડરૂમ, હોલ ને કિચન..'

By Super
|
Google Oneindia Gujarati News

જાંબુઘોડા, 9 એપ્રિલઃ 1/2/3 બીએચકે ફ્લેટ્સ, બંગ્લોઝ, ટેનામેન્ટ્સ, એપાર્ટમેન્ટ્સ, જેવા શબ્દો મેગા સિટી કે પછી નાના શહેરોમાં રહેતા લોકો માટે નવાં નહીં હોય, કદાચ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કેટલાક કુટુંબો માટે પણ ફ્લેટ્સ કે પછી બંગ્લોઝ શબ્દ થોડો જાણીતો લાગતો હશે, પરંતુ આધુનિકતા તરફ વધી રહેલા આ વિશ્વની વચ્ચે કેટલાક એવા કુટુંબો પણ છે કે જેમના માટે આ શબ્દો નવા છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસીઓ કે જેમના પાસે જીવન નિર્વાહ માટે મજૂરી કરવા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નથી, તેવા કુટુંબો માટે દશ બાય દશનું ખાડીયું જ બેડરૂમ, હોલ અને કિચન. જેમાં ચારેકોર દિવાલો શુદ્ધા નથી. અહીં એવા જ બે પરિવારની તસવીરો રજૂ કરવામાં આવી છે, જે આધુનિકતા અને વિકાસથી દૂર હાડભારી ભર્યું જીવન જીવી રહ્યાં છે.

જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામે રહેતા અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા બે નાયક કુટુંબોની તસવીરો અહીં દર્શાવવામાં આવી છે જે આધુનિકતા તરફ વધી રહેલા અને શહેરીકરણ તરફ આકર્ષાતા કુટુંબો માટે ઘણું બધું કહી જાય છે. આ તસવીરોમાં દર્શાવવામાં આવેલા પરિવારોમાં એક પરિવાર રાધીબેન રતનભાઇ નાયકનો છે, જે ઘણા વર્ષોથી પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે અહીં રહેતા પરંતુ પુત્ર અને પુત્રવધુનું નિધન થયા બાદ તે બે પૌત્રી અને એક પૌત્ર સાથે રહી રહ્યાં છે અને મજૂરી કામ કરી રહ્યાં છે.

તેઓ વર્ષોથી આ જ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યાં છે, 20 વર્ષથી તેમની પાસે સરકારી રેસનકાર્ડ શુદ્ધા નથી. ચૂંટણી યાદીમાં તેમનું નામ છે પરંતુ સરકારી લોભોથી તેઓ વંચિત છે. બીજી તસવીર કમરાબેન ભાલુભાઇ નાયકની છે, પોતાના બે પુત્રો સાથે રહે છે. તેમની પાસે રેશનકાર્ડ છે પરંતુ તેમને કંઇ મળતું નથી. જો કે, રાધીબેનને સરકારી આવાસની ફાળવણી કરવામાં આવી હોવાની પણ માહિતી છે અને આ પરિવારના જીવનમાં કંઇક અંશે સુખના વાદળો છવાશે. (તસવીરો- પુષ્પેન્દ્ર રાઠોડ)

English summary
poor tribal people live such a worst life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X