ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ પધારશે ગુજરાત

Written By:
Subscribe to Oneindia News

2 ઓક્ટોબર ને સોમવારના રોજ ગાંધી જયંતિ નિમિત્તે દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતમાં તેઓ સૌપ્રથમ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લેશે. પોરબંદરમાં સ્વચ્છ ભારત અભિયાન(ગ્રામીણ) હેઠળ ગ્રામીણ ગુજરાત નિર્માણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ હાજરી આપશે. આ ઉપરાંત રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીં હાજર રહેશે. આ સિવાય રાષ્ટ્રપતિ કોવિંદ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરની પણ મુલાકાત લેશે.

ram nath kovind gujarat visit

પોરબંદર બાદ રાષ્ટ્રપતિ કોવિંદ માંગરોળ ખાતે જીએમબીના એક બંદર પ્રોજક્ટનું ખાત મુહૂર્ત કરશે અને ત્યાર બાદ સોમનાથ મંદિરના પણ દર્શન કરશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની આ એક દિવસીય ગુજરાત મુલાકાતનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાણો અહીં...

08.40: દિલ્હી વિજય ઘાટથી એરપોર્ટ જવા રવાના

09.05: એરપોર્ટ પર આગમન

09.15: દિલ્હીથી રવાના (એરક્રાફ્ટમાં જ નાસ્તો કરશે)

11.00: રાજકોટ એરપોર્ટ પર આગમન

11.10: રાજકોટથી પોરબંદર જવા રવાના

12.05: પોરબંદર હેલીપેડ પર આગમન

12.15: હેલીપેડથી રવાના

12.25: કીર્તિ મંદિરમાં આગમન

12.45: કીર્તિ મંદિરથી રવાના

12.55: સર્કિટ હાઉસ, પોરબંદર આગમન

1.00 થી 1.45: ભોજન

13.45: સર્કિટ હાઉસથી રવાના

1.55: પોરબંદર હેલીપેડ પર આગમન

2.05: પોરબંદરથી રવાના

2.40: માંગરોળ હેલીપેડ પર આગમન

2.50: હેલીપેડથી રવાના

3.00: માંગરોળ સભાસ્થળ પર આગમન

3.30: સભાસ્થળથી રવાના

13.40: માંગરોળ હેલીપેડ પર આગમન

3.50: માંગરોળથી રવાના

4.15: સોમનાથ હેલીપેડ પર આગમન

4.25: હેલીપેડથી રવાના

4.35: સોમનાથ મંદિર આગમન

English summary
President Ram Nath Kovind to visit Gujarat on 2nd October, 2017 Monday. Know all program details here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.