For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડુતોના 14 પાકના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 92 થી 523 રૂપિયાનો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કવરામાં આવી હતી. જેના ભાગ રૂપે ખેડૂતોના 14 પાકોના પ્રતિ ક્વિન્ટલ 92 થી 523 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યુ છે કે, ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કવરામાં આવી હતી. જેના ભાગ રૂપે ખેડૂતોના 14 પાકોના પ્રતિ ક્વિન્ટલ 92 થી 523 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યુ છે કે, ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ ઋતુ ૨૦૨૨-૨૩ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા.

Bhupendra Patel

જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની વાવણી પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો અને તેની સમયસર જાહેરાત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે.

મંત્રીએ ઉમેર્યુ કે, ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવા માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા થી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે.

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદા જુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂ.૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પાક મગફળી માં પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૫૮૫૦ , તુવેર પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૬૬૦૦, મગ પાકમાં રૂ.૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭૮૩૦, અડદ પાકમા રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૬૬૦૦, કપાસ પાકમાં રૂ.૩૫૫નો વધારો કરી રૂ.૬૩૮૦ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

English summary
Prices of 14 crops of farmers increased from Rs 92 to Rs 523 per quintal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X