For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં સ્પેશ સેન્ટરના હેડક્વાટરનું લોકાર્પણ કર્યુ

ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઇન્ડીય નેશલ સ્પેશ પ્રમોશન અન્ડ ઓર્થોરાઇઝેશ સેન્ટરના હેડક્વાટરનું લોકાર્પણ કર્યું હતુ. આ પહેલા પ્રધાનમંત્રી દ્વારા નવસારીમાં 3050 કરોડના વિકાસના કા

|
Google Oneindia Gujarati News

ગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે ઇન્ડીય નેશલ સ્પેશ પ્રમોશન અન્ડ ઓર્થોરાઇઝેશ સેન્ટરના હેડક્વાટરનું લોકાર્પણ કર્યું હતુ. આ પહેલા પ્રધાનમંત્રી દ્વારા નવસારીમાં 3050 કરોડના વિકાસના કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા.

PM MODI

અમદવાદ ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, આજે 21 સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે. આજના નવા ભવનના લોકાપર્ણ માટે તમામ દેશવાસીઓ અને સ્પેસ વિષય સાથે જોડાયેલા તમામને અભિનંદન આપું છું.

પીએમ મોદીએ જણાવ્યું કે, આજના નવા ભવનના લોકાપર્ણ માટે તમામ દેશવાસીઓ અને સ્પેસ વિષય સાથે જોડાયેલા તમામને અભિનંદન આપું છું. આજે યુવાઓમાં સોશયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે. આજનું લોકાપર્ણ પણ આજ ટ્રેન્ડ જેવું છે. ઇન્સ્પેસ નો આજનો કાર્યક્રમ અનેક લોકો માટે મોટી તક લઈને આવ્યો છે. દશકો સુધી ભારતમાં સ્પેસ પ્રોજેકટમાં કામ કરનાર કંપનીઓને એક વેન્ડર તરીકે જ જોવાતા હતા

અગાઉ સરકાર સ્પેસ ક્ષેત્રે કામ કરતી હતી જેના કારણે સ્પેસ વિષયમાં કોઈ આઈડિયા કે અન્ય વિષય પર કામ જ નહતું. થતું જેના કારણે નુકશાન માત્ર દેશને થતું હતું. આજના આ પ્રોગ્રામ બાદ દેશ ઇન્સ્પેસ દ્વારા ખાનગી કંપનીઓ ફક્ત વેન્ડર બનીને નહિ રહે, તેઓ વિનર બનીને રહેશે

અગાઉ સ્પેસ સેકટરમાં ભારતના યુવાઓને મોકો નહતો મળતો. યુવાઓમાં રિસ્ક ટેકિંગ કેપેસિટી ખૂબ વધારે હોય છે, જેના કારણે કઈક નવું શીખવા મળે છે. આપણા દેશમાં અલગ અલગ સેકટરમાં આજ હાલત હતી, કે સમયથી સાથે રેગ્યુલેશન અને રિસ્ટ્રીકશન વચ્ચેનો ભેદ ભુલાવી દેવાયો હતો આજે યુવાઓને તક આપવી જ પડશે. એ સમય ગયો કે અમુક કામ ફક્ત સરકારી સેક્ટર જ કરી શકે. સંરક્ષણ ક્ષેત્ર હોય કે ડ્રોન પોલિસી, અમારી સરકાર દરેક દિશામાં ખાનગી ક્ષેત્રો માટે મહત્તમ કામ કરી રહી છે.

English summary
Prime Minister Modi inaugurated the headquarters of the Space Center in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X