For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

hiraba Modi Biography : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનો જીવન પરિચય

હીરાબેન 100 વર્ષથી વધુ ઉંમરના છે અને હજૂ પણ તે ખૂબ જ સક્રિય રહે છે. આ વર્ષે જૂન મહિનામાં તેમણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.

|
Google Oneindia Gujarati News

hiraba Modi Biography : દુનિયાના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણના મોખરે થાય છે. ભારતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ચરમ પર છે. વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન મોદી સતત વિપક્ષના નિશાના પર રહે છે. આ સાથે સાથે તેમના ઘણા નિર્ણયોને કારણે તેમની માતા હિરાબા મોદી પર પણ નિશાન સાધવામાં આવે છે.

હાલ હિરાબાની તબીયત નાદુરસ્ત છે અને તેમને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. આવા સમયે આપણે હિરાબા મોદીનો જીવન પરિચય મેળવીશું. hiraba Modi Biography in gujarati)

હિરાબાએ જૂન મહિનામાં પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો

હિરાબાએ જૂન મહિનામાં પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હિરાબેન 100 વર્ષથી વધુ ઉંમરના છે અને હજૂ પણ તે ખૂબ જ સક્રિય રહે છે.

આ વર્ષે જૂન મહિનામાં તેમણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.

હિરાબા મોદીનો જન્મ અને ઉંમર

હિરાબા મોદીનો જન્મ અને ઉંમર

હિરાબા મોદીનો જન્મ વર્ષ 1920માં થયો હતો. હાલ તેમની ઉંમર 101 વર્ષની છે.

હિરાબા મોદીના લગ્ન અને બાળકો

હિરાબા મોદીના લગ્ન અને બાળકો

હિરાબા મોદીના લગ્ન દામોદરદાસ મુળચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ મૂળચંદ મોદી હવે આ દુનિયામાં રહ્યા નથી. અહેવાલો અનુસાર દામોદરદાસ મોદી અગાઉ વડનગરમાં રોડ પર ચાની લારી લગાવતા હતા.

આવા સમયે તેમણે થોડો સમય રેલ્વે સ્ટેશન પર ચા વેચવાનું કામ પણ કર્યું હતું. હિરાબા મોદીને પાંચ પુત્ર અને એક પુત્રી છે. (hiraba Modi Biography in gujarati)

હિરાબાની કૌટુંબિક માહિતી

હિરાબાની કૌટુંબિક માહિતી

હિરાબા મોદીના પહેલા અને સૌથી મોટા પુત્રનું નામ સોમા મોદી છે. સોમા મોદી ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં કામ કરતા હતા, હવે નિવૃત્ત છે. આવા સમયે તેમના બીજા પુત્રનું નામ અમૃત મોદી છે.

અમૃત મોદી મશીન ઓપરેટર તરીકે કામ કરતા હતા. તેમના ત્રીજા પુત્ર નરેન્દ્ર મોદી છે, જે ભારતના વર્તમાન વડાપ્રધાન છે. આવા સમયે તેમના ચોથા પુત્રનું નામ પ્રહલાદ મોદી છે, જે એક દુકાન ચલાવે છે.

હિરાબેનના સૌથી નાના પુત્રનું નામ પંકજ મોદી છે, જેઓ ગુજરાત સરકારના માહિતી વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. હિરાબેનની એક પુત્રી પણ છે, જેમનું નામ વાસંતીબેન હસમુખલાલ મોદી છે. hiraba Modi Biography in gujarati)

નરેન્દ્ર મોદી અવારનવાર તેમની માતાને મળવા જાય છે

નરેન્દ્ર મોદી અવારનવાર તેમની માતાને મળવા જાય છે

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી અવારનવાર તેમની માતા હિરાબા મોદીને મળવા ગુજરાત જાય છે. આ મુદ્દે નરેન્દ્ર મોદીને પણ ઘણી વખત નિશાન બનાવવામાં આવ્યા છે.

આ સાથે જ્યારે હિરાબા મોદી નોટબંધી દરમિયાન ATM લાઇનમાંથી 2,000 રૂપિયા ઉપાડવા ગયા હતા, ત્યારે નરેન્દ્ર મોદીને આ માટે પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. (hiraba Modi Biography in gujarati)

કોવિડ વેક્સિન લઈને બન્યા પ્રેરણા

કોવિડ વેક્સિન લઈને બન્યા પ્રેરણા

હિરાબા મોદીએ કોરોના મહામારીના સમયગાળા દરમિયાન કોવિડ વેક્સિન લીધી હતી, જ્યારે લોકો વેક્સિન લેતા ડરતા હતા. હિરાબાનું આ પગલું જોઈને સમાજના અનેક લોકો રસી અપાવવા માટે આગળ આવ્યા હતા. આ સાથે સાથે હિરાબા મતદાન મથકે જઈને દરેક ચૂંટણીમાં મતદાન પણ કરે છે. (hiraba Modi Biography in gujarati)

PM મોદીના નાના ભાઈનો થયો હતો કાર અકસ્માત

PM મોદીના નાના ભાઈનો થયો હતો કાર અકસ્માત

આ પહેલા મંગળવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, તેઓ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે બાંદીપુર જઈ રહ્યા હતા, ત્યારે તેમની મર્સિડીઝ બેન્ઝ કાર કર્ણાટકના મૈસુર નજીક ડિવાઈડર સાથે અથડાઈ હતી.

પ્રહલાદ મોદીને તેમના પરિવાર સાથે જેએસએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં તેમને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓ હાલ સુરક્ષિત છે.

English summary
Prime Minister Narendra Modi's mother hiraba Modi Biography in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X