ગુજરાતમાં સુરત પોલિસ કમિશ્નર અજય તોમર સહિત 2 વરિષ્ઠ IPS અધિકારીઓને પ્રમોશન

ગુજરાત સરકારની મહત્વની કામગીરી અંતર્ગત રાજ્યના બે વરિષ્ઠ IPS અધિકારીને DGP કેડરનુ પ્રમોશન આપવામાં આવ્યુ છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારની મહત્વની કામગીરી અંતર્ગત રાજ્યના બે વરિષ્ઠ IPS અધિકારીને DGP કેડરનુ પ્રમોશન આપવામાં આવ્યુ છે. સોમવારે મોડી સાંજે રાજ્યના સીઆઈડી ક્રાઈમ(મહિલા સેલ)ના એડીશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલિસ(એડીજી) અનિલ કુમાર પ્રથમ અને સુરત શહેરના પોલિસ કમિશ્નર અજય કુમાર પ્રમોશન આપી પે ગ્રેડ વધારીને હાલ મૂળ સ્થાને જ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ajy tomar

તમને જણાવી દઈએ કે અજય કુમાર તોમર 1989 હરિયાણા બેચના આઈપીએસ અધિકારી છે. તેમને રાજેન્દ્ર બ્રહ્મભટ્ટના સ્થાને સુરત પોલિસ કમિશ્નર બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદમાં વિશેષ પોલિસ કમિશ્નર(ક્રાઈમ)ના પદ પર સેવારત હતા. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે લાંબા સમયથી ફરજ બજાવી રહેલ અધિકારીઓના પ્રમોશન અટકાવી રખાયા હતા.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના એસપી રેન્જ આઈજીની બદલીઓ થાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં અને રેન્જના આઈપીએસ પણ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાથી તેમની પણ આગામી સમયમાં બદલી થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X