ગુજરાતમાં કૃષિ બિલનો વિરોધ શરૂ, પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત

ગુજરાતમાં કૃષિ બિલનો વિરોધ શરૂ, પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત

ગાંધીનગરઃ મોદી સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસે ગુજરાતમાં પણ ખેડૂતોને રસ્તાઓ પર ઉતારવાનું શરૂ કરી દીધું છે. આજે રાજધાની ગાંધીનગરમાં સેંકડોની સંખ્યામા કોંગ્રેસી કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા. થોડીવાર બાદ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે મંજૂરી વિના વિરોધ પ્રદર્શન કરી રહેલી ભીડને ખદેડવાનું શરૂ કરી દીધું. કેટલાક કોંગ્રેસી નેતાઓની અટકાયત પણ કરી.

farm bill

સોમવારે થયેલ વિરોધ પ્રદર્શન દરમ્યાન મોટી સંક્યામાં એકઠા થયેલા કોંગ્રેસી કાર્યકર્તા સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલી ગયા. એવામાં પોલીસે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને તોડવા મામલે કાર્યવાહી કરી. પોલીસ કાર્યવાહી દરમ્યાન કેટલાય કાર્યકર્તાઓએ પોલીસ સામે પણ બાંયો ચઢાવી હતી. ત્યારે મંજૂરી વિના વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાય કોંગ્રેસી નેતાઓની અટકાયત પણ કરી છે.

પ્રદર્શન કરી રહેલા નેતાઓને ગાડીમાં ભરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. ત્યારે સેંકડો સંખ્યામાં જમા થયેલા કાર્યકર્તાઓએ પણ નારેબાજી કરી. પોલીસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. તસવીરોમાં જોઈ શકાય છે કે આ દરમ્યાન પોલીસે પ્રદર્શનની આગેવાની કરી રહેલી કેટલીય મહિલા નેતાઓની પણ અટકાયત કરી લીધી. ભીડમાં સામેલ લોકોના હાથમાં પોસ્ટર્સ હતાં જેમાં કૃષિ બિલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. જો કે અગાઉ એક દિવસ પહેલા જ રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણે બિલને મંજૂરી આપી તેને કાનૂન બનાવી દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X