ઉના દલિત પીડિતોને રાજકોટમાં કંઇ આ રીતે મળ્યા રાહુલ
ગુરુવારે, કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી તેમના ગુજરાત પ્રવાસમાં ઉના બાદ રાજકોટ ખાતે દલિત પીડિત યુવાનોને મળવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે ગત અઠવાડિયાએ દલિત યુવકોને ગૌરક્ષકો ખુલ્લેઆમ માર્યા હતા. જે બાદ વિવાદ વધ્યો હતો.

જો કે રાજકોટની હોસ્પિટલમાં આવેલા રાહુલ ગાંધીએ દલિત પીડિતોને કંઇક એ રીતે મળ્યા કે ત્યાં હાજર તમામ લોકો તેમના પર ઓવરી ગયા. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ અહીં યુવાનોને બનતી મદદ કરવાની હૈયાવરાળ આપવાની સાથે જ તેમનો મોબાઇલ નંબર પણ આપ્યો. અને ન્યાય અપાવાની વાત પણ કરી.
નોંધનીય છે કે આ ધટનામાં અત્યાર સુધી 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને ગુજરાત સરકાર પણ આ મામલે ત્વરિત પગલા લઇ રહી છે. ત્યારે રાહુલ ગાંધીના આ પ્રવાસ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જરૂરથી લાવ્યો છે.












Click it and Unblock the Notifications
