વલસાડમાં રાહુલ ગાંધીનો રોડ શો, સાથે હતા એક નાનકડા નેતા
રાહુલ ગાંધીની દક્ષિણ ગુજરાતમાં નવસર્જન યાત્રા ચાલી રહી છે. આ યાત્રામાં રાહુલ ગાંધી કંઇક નવુ કરતા જોવા મળ્યા હતા. તેઓ શું કરતા હતા એ અંગે વધુ વાંચો અહીં.
શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત નવસર્જન યાત્રાનો ત્રીજો અને છેલ્લો છે. તેમણે વલસાડ, પારડીથી નવસર્જન યાત્રાનો પ્રારંભ કર્યો હતો. પારડીમાં જનસભા સંબોધ્યા બાદ તેઓ ધરમપુર ચોકડી, વલસાડમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ વાડી ખાતે ખેડૂત ચોપાલમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ત્યાર બાદ કોસંબા, વલસાડ ખાતે મછવારા ચોપાલમાં પણ ભાગ લીધો હતો. ચોપાલમાં નાનકડું વહાણ આપીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વલસાડમાં રાહુલ ગાંધીએ રોડ શો પણ યોજ્યો હતો, જેમાં તેમની સાથે વાહન પર વલસાડનો સ્થાનિક બાળક માનવ પટેલ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીની સાથે ઊભેલ આ બાળક તેમની જેમ જ લોકો સામે જોઇ અભિવાદન ઝીલતો જોવા મળ્યો હતો.

ત્યાર બાદ તેમણે કોસંબા ખાતે રણછોડરાઇ મંદિરમાં દર્શન પણ કર્યા હતા. ત્યાંથી તેઓ ચીખલી ચોકડી થઇ નવસારી પહોંચ્યા હતા. નવસારીમાં તેમણે જનસભાનું સંબોધન કર્યું હતું. ખેડૂત ચોપાલ અને મછવારા ચોપાલમાં રાહુલ ગાંધી ત્યાં હાજર નાનકડા બાળકોમાં ખાસ રુચિ લેતા નજરે પડ્યા હતા.














Click it and Unblock the Notifications
