For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election: રાહુલ ગાંધીએ નારાજ હાર્દિક પટેલ સાથે કરી વાત

Gujarat Assembly Election: રાહુલ ગાંધીએ નારાજ હાર્દિક પટેલ સાથે કરી વાત

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી વર્ષમાં કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પાર્ટીની કમાન રાહુલ ગાંધીએ સંભાળી લીધી છે. રાહુલ ગાંધી આદિવાસી મતદાતા કોંગ્રેસની તરફેણમાં રહે તેની પૂરી કોશિશ કરી રહ્યા છે. જ્યારે પાર્ટીની અંદરના ડખા મોવળી મંડળ માટે મોટો પડકાર બની ગયા છે, ગુજરાતમાં સત્તા મેળવવા માટે ચૂંટણી જંગ પહેલાં કોંગ્રેસે આ પડકાર સામે જીતવું પડશે. જેના માટે રાહુલ ગાંધી પણ કમર કસીને મેદાનમાં ઉતરી ગયા છે. ગુજરાત પ્રવાસ પર આવેલા રાહુલ ગાંધીએ મંગળવારે દાહોદમાં આદિવાસી સમાજની રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં પાછલા કેટલાક દિવસોથી નારાજ ચાલી રહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું નામ પણ લીધું.

Gujarat Assembly Election

એટલું જ નહીં, રેલીને સંબોધિત કર્યા બાદ રાહુલ ગાંધી જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતર્યા, ત્યારે તેમણે હાર્દિક પટેલ સાથે વાતચીત પણ કરી. રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ વચ્ચે અમુક મિનિટ સુધી વાતચીત થઈ. જણાવી દઈએ કે આ રેલી પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો કે કોઈપણ વ્યક્તિ સંગઠનથી ઉપર નથી.

હાર્દિક પટેલે ટ્વિટર બાયોમાંથી કોંગ્રેસનું નામ હટાવ્યું

હાલમાં જ હાર્દિકે સત્તારુઢ ભાજપ સાથે વાતચીત કરી હોવાની અટકળો વચ્ચે પોતાના ટ્વિટર બાયોથી 'કોંગ્રેસ' અને પાર્ટીનું ચિહ્ન હટાવી લીધું હતું. 2019માં કોંગ્રેસમાં સામેલ થયેલ 28 વર્ષીય હાર્દિક પટેલ ગુજરાતમાં કોંગ્રેસ અને તેના શીર્ષ નેતાઓ દ્વારા અવગણના થતી હોવાની ફરિયાદ કરતો રહ્યો છે. હાર્દિક સ્વયંની ઉપેક્ષાની સરખામણી જબરદસ્તી નસબંદી કરાવેલા દુલ્હા સાથે કરી દીધી હતી. સૂત્રો મુજબ નારાજગી બાદ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલનો સંપર્ક સાધ્યો અને તેમને પાર્ટીમાં બન્યા રહેવા માટે એક સંદેશ પણ આપ્યો.

'હું રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી પરેશાન નથી'

રાહુલ ગાંધીએ ગુજરાતમાં પાર્ટી પ્રભારી અને અન્ય નેતાઓ સાથેના મતભેદ ઉકેલવા માટે હાર્દિક પટેલને સંપર્ક કરવા કહ્યું. જો કે હાર્દિકે અત્યાર સુધી પક્ષ બદલવાના કોઈપણ પગલાનો જોરદાર ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, 'હું રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધીથી પરેશાન નથી. હું રાજ્યમાં નેતૃત્વથી પરેશાન છું. હું કેમ પરેશાન છું? કેમ કે ચૂંટણી આવી રહી છે અને એવા સમયમાં ઈમાનદાર અને મજબૂત લોકો સાથે મળીને કામ કરવું જોઈએ તેમને પદ આપવું જોઈએ.'

English summary
rahul gandhi talks with hardik patel over his issues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X