રાહુલ ગાંધી 23મીએ સુરત આવશે, માનહાનિ કેસમાં કોર્ટ લઇ શકે છે ફેંસલો
છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં જાહેર સભામાં બધા મોદી..... શા માટે? તે સંદર્ભના નિવેદન માટે સુરત કોર્ટમાં માનહાનિના દાવા માટે આગામી તા. 23મીએ યોજાનારી સુનાવણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે
છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં જાહેર સભામાં બધા મોદી..... શા માટે? તે સંદર્ભના નિવેદન માટે સુરત કોર્ટમાં માનહાનિના દાવા માટે આગામી તા. 23મીએ યોજાનારી સુનાવણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટના નિર્ણયની તારીખ 23મીએ નક્કી કરવામાં આવી હતી. અને રાહુલ ગાંધી આ સમયે કોર્ટમાં હાજર રહેશે.

ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલના નિવેદન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ આ નિવેદન વિરુદ્ધ અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સુરત કોર્ટ સુનાવણી બાદ ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. રાહુલની હાજરી અંગે કોંગ્રેસના નેતા કદીર પીરઝાદાએ કહ્યું કે, રાહુલ ગાંધી 23મીએ સવારે 10 વાગે સુરત પહોંચશે અને સીધા કોર્ટમાં હાજર થશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિત ત્રણ રાષ્ટ્રીય મહાસચિવોનો કાફલો સુરત પહોંચ્યો હતો.












Click it and Unblock the Notifications
