Video: કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા
Rain Update: હાલ ગુજરાતમાં ચોમાસુ ચાલી રહ્યું છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આવામાં સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.
ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પુરની પરિસ્થિતિ પણ સર્જાઇ રહી છે. આવામાં પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પણ પડતી હોય છે.
આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામના ત્રણ ખેડૂતોને હેલિકોપ્ટરની સહાયતાથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આ ખેડૂતો ગામમાંથી વાડી તરફ જઈ રહ્યા હતા. જ્યાં તેઓ નદીમાં ફસાઈ ગયા હતા. જે બાદદેવરખીભાઈ, નેભાભાઈ અને કેસૂરભાઈ નામના ખેડૂતોને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે શરૂ થયેલા મુશળધાર વરસાદ હાલ પણ સમગ્ર દ્વારકા જિલ્લાને ભિંજવી રહ્યો છે.

નોંધનીય બાબત છે કે, કલ્યાણપુર પંથક 2 કલાકમાં 6 ઇંચ વરસાદ સાથે હાલ સુધી 14 ઈંચ નોંધાયો છે. ખંભાળિયામાં 7 ઈંચ, દ્વારકા અને ભાણવડ પંથકમાં 5થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં આભ ફાટ્યું હતું. આ સાથે ભાટિયા, ભોગાત, લીંમડી, હર્ષદ, પાનેલી, હરીપર ગામને જોડતા માર્ગ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. આ સાથે સલાયા અને ખંભાળિયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત સલાયા અને બારાને જોડતો માર્ગ બંધ થયો છે.
આ સાથે જો પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે, તો રાણાવાવમાં 9 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી 7 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.
બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી 2 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે.
પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે, તેવી શક્યતા જોવા મળી રહી છે. અતિભારે વરસાદ અને મિનિ વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં 15 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.
જૂનાગઢમાં જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં સતત વરસાદથી ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા.
જેના કારણે ચોમારે ફરી વળેલા વરસાદી પૂરના પાણીમાં, કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં ખેડૂત-પશુ પાલક ફસાઈ જવા પામ્યા હતા. ગામના ખેડૂત અને પશુપાલકો પૂરના ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ












Click it and Unblock the Notifications
