રાજકોટમાં એક સાથે 16 ઇંચ વરસાદ પડતા, વહાનો તણાયાં

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટમાં અતિ ભારે વરસાદ પગલે અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. રાજકોટમાં એક જ રાતમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી આવ્યા છે. અને રસ્તામાં પણ ઠેર ઠેર પાણી ભરાતા અંડરબ્રીજ પાણીમાં ગરકાવ થયા છે.

rajkot rain

જે બાદ સરકારે 0281 2471573 અને 1077 જેવા નંબર જાહેર કર્યા છે. સાથે જ રાજકોટમાં 40થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ કલેક્ટર દ્વારા આજે સવારે જ શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત જાહેર કરવામાં આવી છે. વધુમાં રાજકોટ આવતી જતી ટ્રેનો પણ ભારે વરસાદના કારણે ધીમી ચાલી રહી છે.

rajkot rain

જો કે ફાયરબ્રિગ્રેડ અને તંત્ર દ્વારા જ્યાં પાણી ભરાયા છે ત્યાં ઠેર ઠેર પાણી ઓછું કરવા વિવિધ તાજવીજ શરૂ કરવામાં આવી છે. પણ પાણીનો બહાવ અમુક વિસ્તારોમાં એટલો બધુ વધી ગયો હતો કે બાઇક જેવા વાહનો પણ તણાવાં લાગ્યા હતા. રેલનગર અંડર બ્રીજ પાસે પણ મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે.

rajkot rain

તો વોર્ડ નં.12 વાવડી વિસ્તારમાં આવેલી જય ભારત સ્કૂલ પણ પાણીમાં ગરકાવ થતાં જે.સી.બીની મશીનથી મહાનગરપાલિકાએ પાણીને નીકાળવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. તો બીજી તરફ ભારે વરસાદના પગલે રાજકોટનું રાંદરડા તળાવ પણ ઓવરફ્લો થયું હતું. સાથે જ જંગલેશ્વર ખાતે એક જર્જરીત મકાન પડી જતા તંત્રને દોડતું કરવામાં આવ્યું હતું. જો કે મકાન પડવાથી કોઇ જાનહાનિ નહતી થઇ.

rajkot rain
English summary
Rajkot: 16 inch rain in rajkot. See here the photos of heavy rain.
Please Wait while comments are loading...