રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 2200 કિલો અખાદ્ય કેરી

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરભરમાં દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનો નાશ કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેરના આનંદ બંગલા ચોક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા કેરીના વેપારીઓના ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ થઇ ગયો હતો. આરોગ્યની ટીમે ઈથીલીનથી કેરી પકવતા વેપારીઓના તપાસ હાથધરી હતી .ઈથીલીનથી પકવેલી કેરીના જથ્થાનો નાશ કર્યો હતો.

mango

આરોગ્યની ટીમે આનંદ ચોક વિસ્તારમાં ઈથીલીનથી કેરી પકવતા વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે ૨૨૦૦ કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો હતો. અને વેપારીને રૂ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોગ્ય ટીમે ૧ લીટર ઇથીલીન અને ૧ કિલો કાર્બાઈડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગની આ સતર્કતાના કારણે અનેક લોકો આવી અખાદ્ય કેરી ખાવાથી બચ્યા છે.

English summary
Rajkot: Health department raid at Mango vendor. Read here more.
Please Wait while comments are loading...