Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટ હિરાસર એરપોર્ટની સુરક્ષા પર ગંભીર સવાલ, 26 CCTV કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં

મુસાફરના સામાનની ચોરીની ઘટના બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો, સંવેદનશીલ ઝોનમાં 'બ્લાઇન્ડ સ્પોટ' સર્જાતા અધિકારીઓની કામગીરી પર સણસણતા સવાલો.

Rajkot International Airport

Rajkot International Airport: સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા રાજકોટ આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેણે એરપોર્ટ ઓથોરિટીની કામગીરી પર મોટા સવાલો ઊભા કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરના આ હાઈ-સિક્યોરિટી ઝોનમાં કુલ 465 સીસીટીવી કેમેરામાંથી 26 કેમેરા લાંબા સમયથી બિનકાર્યરત હાલતમાં હોવાનું બહાર આવ્યું છે.

ચોરીની ઘટના બાદ ફૂટેજ તપાસતા પોલ ખૂલી

આ બેદરકારીનો ભાંડો તાજેતરમાં બનેલી મુસાફરના સામાનની ચોરીની એક ઘટના બાદ ફૂટેજની તપાસ દરમિયાન ફૂટ્યો હતો.

  • જ્યારે ચોરીની ઘટનાની તપાસ માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા, ત્યારે જાણવા મળ્યું કે જે વિસ્તારમાં ચોરી થઈ, ત્યાંના મહત્ત્વના કેમેરા બંધ છે.
  • આના પગલે સમગ્ર સુરક્ષા પ્રણાલીની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી, જેમાં કુલ 465 કેમેરામાંથી 26 કેમેરા બંધ હોવાનું બહાર આવ્યું.

'બ્લાઇન્ડ સ્પોટ' રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા અતિસંવેદનશીલ સ્થળ પર 26 કેમેરા બંધ હોવા એટલે એરપોર્ટ પરિસરમાં એક મોટો 'બ્લાઇન્ડ સ્પોટ' (અદ્રશ્ય વિસ્તાર) ઊભો થવો.

  • સીસીટીવી કેમેરાની મુખ્ય ભૂમિકા ચોવીસ કલાક દેખરેખ રાખવાની અને અસામાન્ય ગતિવિધિને તરત જ પકડી પાડવાની હોય છે.
  • આવા સંવેદનશીલ સ્થળે લાંબા સમય સુધી કેમેરા બંધ રહેવું એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવા સમાન છે અને તે આતંકવાદી પ્રવૃત્તિઓ કે અન્ય ગંભીર ગુનાઓ માટે જોખમી ગણાય.

અધિકારીઓનો ઢાંકપિછોડો અને બેદરકારી

આટલી ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ એરપોર્ટના જવાબદાર અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ આ મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેમેરા ટેકનિકલ ખામીને કારણે બંધ થયા હોવાનો બચાવ રજૂ કરાઈ રહ્યો છે.

જોકે, સૌથી મોટો સવાલ એ છે કે

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાંબા સમયથી 26 કેમેરા બંધ હોવા છતાં કોઈ ઉચ્ચ અધિકારીના ધ્યાન પર આ વાત કેમ ન આવી?

સમગ્ર પ્રકરણ એરપોર્ટ ઓથોરિટીના આંતરિક સંકલનના અભાવ અને વહીવટી બેદરકારીને ઉજાગર કરે છે. મુસાફરોની સુરક્ષા અને દેશની પ્રતિષ્ઠા સાથે જોડાયેલા આ મુદ્દે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X