રાજકોટમાં સ્વાઈન ફ્લુથી બે દિવસમાં બે લોકોના મોત
રાજકોટમાં સ્વાઇન ફ્લુથી બે દિવસની અંદર જ બે લોકોની મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. ત્યારે જાણો અહીં જાન્યુઆરીથી કેટલા લોકોની મોત અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના કારણે થઇ છે.
રાજકોટમાં H1N1 વાયરસથી રાજકોટ જિલ્લામાં બે દિવસમાં બે લોકોના મોત નીપજ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઈ છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં 5 લોકોના સ્વાઈન ફ્લુથી મોત થયા છે. અને ચાલુ વર્ષે ૧૦ લોકોના સ્વાઈન ફ્લુથી મોત થયા છે.રાજકોટના રેલનગરમાં રહેતી 55 વર્ષીય મહિલાનું સ્વાઈન ફ્લુથી ગત મોડી રાત્રીએ મોત થયું હતું, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સ્વાઈન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવતા મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

રાજકોટના બેડી ગામના પ્રૌઢનો પણ સ્વાઈન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમનું આજે સારવાર દરમ્યાન મોત થયું છે. બીજી તરફ જેતપુરની એક મહિલાનું સ્વાઈન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સામાન્ય રીતે સ્વાઈન ફ્લુનો કહેર ઠંડીમાં વધુ વક્રે છે. ત્યારે ગરમીની શરૂઆતમાં જ બે લોકોના આ વખતે મોત થઇ ગયા છે. જે ચોંકવનારી વાત છે.












Click it and Unblock the Notifications
