For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાને રેડ અલર્ટ દૂર કરવામાં આવ્યા

રાજ્યમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિાભાગે દ્વારા કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર,કચ્છના રાજકોટ, જાફરાબાદ રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ડાગી આહવા અંજારમાં 50 મીલીથી વધારે વરસાદ પડ્યો છે. મહેસૂલ મંત

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિાભાગે દ્વારા કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર,કચ્છના રાજકોટ, જાફરાબાદ રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ડાગી આહવા અંજારમાં 50 મીલીથી વધારે વરસાદ પડ્યો છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આજે SEOC- ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે રાજ્યમાં 8 જિલ્લાને ભારે વરસાદને પગલે રેડ અલર્ટ આપવામાં આવ્યા હતા જેમાથી ત્રણ જિલ્લામા વરસાદનું જોર ઘટતા ભરૂચ, નર્મદા, અને છોટાઉદેપુરમાં રેડ અલર્ટ હટાવી લેવામાં આવ્યુ છે.

RAJENDRA TRIVEDI

વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ ૧૮-૧૮ ટીમો તહેનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર આ ટીમો સત્વરે પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

મહેસુલી મત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ભારે વરસાદને પગલે તંત્રની બેદરકારીને લીધે એક પણ મૃત્યુ થયુ નથી. રાજ્યમાં કુલ મૃત્યુ 69 થયા છે. સાઉથ ગુજરાતના જિલ્લાઓમા વરસાદનું જોર ઘટતા સાંજ સુધીમાં સર્વની કામગીરી શરૂ કરવામાં આવશે. જનતા દ્વારા સરકારની સૂચનાનું પાલન કરવામાં આવતા તંત્રને રેસક્યુ કરવામાં ઓછી તકલિફ પડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 511 લોકોને રસક્યુ કરવામાં આવ્યા છે.

NDRF અને SDRF ની ટીમ દ્વારા રાજપીપળાના નદીના તડમાં 21 લોકો ફસાયેલા હતા જેમનો હેલિકોોપ્ટરની રાહ જોયા વગર રેસક્યુ કરીને બચાવી લેવામાં આવતા 21 લોકોનો જીવ બચાવી શક્યો હતો.

મંત્રીએ કહ્યું હતું કે તા. 1 જૂનથી અત્યાર સુધી કુલ 25 મકાનોને અને 11 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં તારીખ 1 જૂનથી અત્યાર સુધી કુલ 63 માનવ મૃત્યુ થયા છે જેમાં સૌથી વધુ 33 વીજળી પડવાથી, આઠ દિવાલ પડવાથી, 16 પાણીમાં ડૂબવાથી, પાંચ ઝાડ પડવાથી અને એક માનવ મૃત્યુ વીજળીનો થાંભલો પડી જવાથી થયું છે.

તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૭૨ પશુઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં વધુ વરસાદથી જાનહાની ન થાય અને નાગરિકોના જીવ ન જોખમાય તે માટે તંત્ર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે, આવી સ્થિતિએ વાહન ચાલકો મનમાની ન કરે અને તંત્રને સાથ સહકાર આપે તેવી મહેસુલ મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી.

રાજ્યમા પડી રહેલા વરસાદને પગલે ગઈ કાલે પડેલા વરસાદના કારણે બસના 73 રૂટ બંધ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ 14610 બસના રૂટ છે તેમજ હાલ 65 રૂટ ચાલુ કરવા પ્રયત્નો ચાલુ છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ. કે, 18 હજાર ગામોમાં વીજળી છે.વરસાદના કારણે 125 ગામડાઓમાં વીજળી અટકી હતી જેમાં આજે સાંજ સુધી 105 ગામમાં વીજળીનો પુરવઠો ફરી વિધિવત શરૂ કરી દેવામાં આવશે. 19 ગામમાં બે દિવસમાં વીજળી મળી જશે સમગ્ર ગુજરાતમાં વીજળીનો પુરવઠો જળવાઈ રહ્યો છે.

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતુ કે, સ્ટેટ હાઇવે માં 15 સ્ટેટ હાઇવેમાં બંધ કરવામાં આવ્યા છે. અન્ય માર્ગો પંચાયતના માર્ગો 12 બંધ કરવામાં આવ્યા છે. 439 બીજા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. કચ્છમાં જે હાઇવે બંધ કરવામા આવ્યો છે તે સાંજ સુધીમાં ચાલુ થાય તેવી શકયતા છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, ગુજરાતના ડેમ છલકાઈ રહયા છે. જેમા 15 ડેમ એવા છે ગેટેડ અને અનગેટેડ છે.. 6 ડેમ અનગેટેડ છે જેમાથી પાણી જાતે નીકળી જાય છે. વલસાડ ,દમણ ગંગા, નર્મદા કરજણ, મહીસાગર કડાણા, જુનગઢમાં અંબાજળ, રાજકોરમાં ભાદર, આજી ડેમમાં પાણી ખૂબ ભરાયા છે અને ઓવરફલોની સ્થિતિ છે. કચ્છમાં 3 અનગેટેડ ડેમ છલકાઈ રહ્યા છે.. ડેમના રિપોર્ટ સારા છે

રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે ફિશર મેંન માટે વોરનીગ બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાતમાં 1 જૂન થી 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફિસરમેને દરિયો નહી ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમ છતા 11 થી 15 તારીખ સુધીમાં ભારે વરસાદને પગલે દરિયો ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.. 45 થી 55 કિલોમીટરની ઝડપે ભાવનગર, ભરૂચ,પીપાવાવ, વેરાવળ ,દ્વારકા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દરિયો ના ખેડવા સૂચના છે.

English summary
Red alerts were removed in three districts of South Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X