વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF ટીમની બચાવ કામગીરી!
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે, વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિમાં એન. ડી. આર. એફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી આફત સામે લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે, વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિમાં એન. ડી. આર. એફની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. વડોદરા ખાતેની એન.ડી.આર.એફ.ની બટાલિયન ૬ ની આપદા પ્રબંધનમાં કુશળ ટુકડીએ વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવની ઉમદા કામગીરી કરી અનેક લોકોને રેસક્યૂ કરવામાં મહત્વની કામગીરી કરી હતી.

આ અંગે એન.ડી.આર.એફ દળના પ્રવક્તાએ આપેલી જાણકારી અનુસાર, આ એન.ડી.આર.એફ ટીમે બચાવના સાધનો સાથે જ્યાં પાણી ભરાયાં હતાં એ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને તે દરમિયાન પાણીમાં ફસાયેલા ૪ પુરુષ, એક મહિલા અને બાળક મળી કુલ ૬ લોકોને બચાવ્યા હતા. આ ઉપરાંત તેરિયાવાડ, ભગડાખુર્દ અને ભગડાવાડ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં ફસાયેલા ૧૩ પુરુષ અને ૩૦ મહિલાઓનું ઊંચાણવાળા સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરાવ્યું હતું.
વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં એન.ડી.આર.એફ.ની વડોદરા ટીમની સફળ બચાવ કામગીરીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિવિધ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા ૬ ને બચાવવા ઉપરાંત ૪૩ લોકોને ઊંચાણવાળી સલામત જગ્યાઓએ ખસેડવાની કામગીરી પણ કરી હતી.












Click it and Unblock the Notifications
