For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CNG PNGમાં ભાવવધારા સામે રિક્ષા ચાલકો હડતાલ કરશે

|
Google Oneindia Gujarati News

auto-rikshaw
અમદાવાદ, 17 જાન્યુઆરી : ગુજરાતમાં વિવિધ ગેસ એજન્સીઓ દ્વારા સીએનજી અને પીએનજી ગેસની કિંમતોમાં તોતિંગ વધારો કરતા અમદાવાદ સહિત ગુજરાતના રિક્ષા ચાલકો ભડક્યા છે. એક સામટા વધારાને પગલે તેમણે કંપનીઓ ભાવ વધારો પાછો ખેંચે એવી માંગણી સરકાર સમક્ષ કરી છે. જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો તેની સામે સમગ્ર રાજ્યમાં રિક્ષા ચાલકો હડતાલ પર જશે તેવી ચીમકી આપી છે. રાજ્યમાં થયેલા ભાવ વધારા સામે પ્રદેશ કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો છે. વધારા સામે કોંગ્રેસ 8 મહાનગરોમાં વિરોધ પ્રદર્શનો યોજશે.

સીએનજી પીએનજીમાં તોતિંગ ભાવ વધારા સામેના વિરોધમાં અમદાવાદના સવા લાખ જેટલા રિક્ષા ડ્રાઈવરો 17 જાન્યુઆરી, 2013 ગુરુવારે મધરાતથી 72 કલાકની હડતાળ પર ઉતરવાના છે. જેથી શુક્રવાર શહેરના લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડશે એવી ધારણા છે.

આ અંગે અમદાવાદમાં આવેલા ઓટો એક્શન કમિટીના કન્વીનર અશોક પંજાબીએ જણાવ્યું કે "આટલો ભાવ વધારો રિક્ષા ચાલકોને પોસાઇ શકે તેમ નથી. અમે ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી છે. બધા રિક્ષા એસોસિએશને નક્કી કર્યું છે કે જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો સમગ્ર રાજ્યમાં રિક્ષા ચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે."

બીજી તરફ ગુજરાતમાં સીએનજી અને પીએનજીના ભાવવધારા સામે કોંગ્રેસે પણ વિરોધ નોંધ્યાવ્યો છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ જણાવ્યું છે કે "અદાણીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપેલા ફંડના વળતર પેટે ગુજરાતની ભાજપ સરકારે ભાવવધારો કરવા દીધો છે."

અદાણી એનર્જી કંપની દ્વારા સીએનજીના ભાવમાં રૂપિયા 7.15 અને પીએનજીમાં સાત રૂપિયાનો તેમ જ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન દ્વારા સીએનજીના ભાવમાં રૂપિયા 6.70 અને પીએનજી (ડોમેસ્ટિક)ના ભાવમાં રૂપિયા 3.32નો વધારો કર્યો છે.

મોઢવાડિયાએ આક્ષેપમાં જણાવ્યું કે "અત્યાર સુધીમાં 33 વખત ભાવવધારો થયો હોવા છતાં ભાજપ સરકાર હરફ ઉચ્ચારતી નથી અને પેટ્રોલમાં ભાવવધારો થાય તો હોબાળો મચાવે છે. ભાજપ સરકારે સીએનજી અને પીએનજીમાં કમરતોડ ભાવવધારો કરીને છ કરોડ ગુજરાતીઓ સાથે છેતરપિંડી કરી છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતનાં આઠ મહાનગરોમાં કાલે કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરશે."

English summary
Rickshaws drivers call strike against CNG PNG price hike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X