હાર્દિક પટેલની મુશ્કેલી વધી, રાયોટિંગના ગુનામાં ફરિયાદ દાખલ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ પર કોર્પોરેટર પરેશ પટેલના ઘરે પહોંચી હોબાળો અને તોડફોડ કરવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કેસમાં હાર્દિક પટેલ સમેત 60 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે પોતાની ફરિયાદમાં કોર્પોરેટર પરેશ પટેલે મોડી રાતે હાર્દિક પટેલ સમતે વિપુલ પટેલ, કિરણ પટેલ, કૌશલ પટેલ જેવા હાર્દિકના સાથીદારો દ્વારા ઘરમાં જબરદસ્તી પૂર્વક ધૂસી જઇને ઘરમાં તોડફોડ કરવાની ફરિયાદ નોંધાવી છે.

hardik patel

પરેશ પટેલે ફેસબુક પર પાટીદાર આંદોલનને લઇને ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ થતા હાર્દિક પટેલ અને તેના સાથીદારો દ્વારા આ તોડફોડ કરવામાં આવી છે તેવું પરેશ પટેલે જણાવ્યું હતું.નોંધનીય સુરતમાં યોગીચોક ખાતે હાર્દિક પટેલની મહાસભાને પોલીસ દ્વારા નામંજૂરી આપ્યા પછી પાટીદારો અને સરકાર વચ્ચે ધર્ષણ જલદ થયું છે. રવિવારે જ સોશ્યલ મીડિયા પર હાર્દિક પટેલ દ્વારા આરપારની લડાઇ લડવા માટેની વાત ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ અમદાવાદ ખાતે આ ઘટના બનતા 2017ની ચૂંટણી પહેલા ફરી પાટીદારો દ્વારા તેમના અનામતના આંદોલનને વેગવાન બનાવવાના બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે.

English summary
Riot Offense against Patidar leader Hardik Patel and 60 others in Ahmedabad.
Please Wait while comments are loading...